આહવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે, CWDC સમિતિ અને કિયાન હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમ આહવાના સંયુક્ત ઉપક્રમે તા. 20/09/2022ના રોજ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમા સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ.મિતેશકુમાર ગવળી, ડેન્ટલ સર્જન ડૉ.શીતલ ગવળી, ડૉ.તેજલબેન ચૌધરીએ કોલેજના વિદ્યાર્થીઓની વિવિધ શારીરિક તકલીફોનુ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ વિના મૂલ્ય મેડિસનનુ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ.

ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમા સ્ત્રીઓની દરેક પ્રકારની સમસ્યાઓ, ચામડી તથા વાળના રોગોની તકલીફ, શરીરની ચકાસણી કરવામા આવી હતી. કિયાન હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપનો લાભ  વિદ્યાર્થીઓની સાથે આહવા નગરજનોએ પણ લીધો હતો. કેમ્પનુ આયોજન સહકારી વિનયન વાણિજ્ય કોલેજના આચાર્યશ્રી ડૉ. ઉત્તમભાઈ ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *