આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર પ્રેરિત, અને ડાંગ જિલ્લા રમતગમત કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમા, ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો.

આ કલા મહાકુંભમા આહવા, વઘઇ અને સુબીર તાલુકાના પ્રથમ, અને બીજા નંબરના વિજેતા નિવડેલા 14 સ્પર્ઘાના ચાર વય જુથના, 502 જેટલા કલાકારો એ ભાગ લીઘો હતો.

સાથે જિલ્લા કક્ષાની 8 કૃતિની ચાર વય જુથની કુલ 49 સ્પર્ઘાના જિલ્લા વિજેતા (પ્રથમ નંબર) પ્રદેશ કક્ષાએ ભાગ લેવા માટે જશે.

જિલ્લામા વિજેતા થયેલા પ્રથમ ત્રણ સ્પર્ધકોને અનુક્રમે 1000, ₹ 750 અને 500 રૂપિયા પુરસ્કાર સ્વરૂપે મળશે.

કાર્યક્રમમા ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભૂસારા, નિવૃત ગ્રંથપાલ શ્રી દત્તાત્રેય મોરે, તથા યુવા વિકાસ અઘિકારી શ્રી રાહુલ તડવી ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન વ.વી.ઉ.બુ આહવાના ઈનચાર્જ આચાર્ય શ્રીમતી જાગૃતીબેન સાવંતે કર્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *