રાજકુમાર રાવની આગામી ફિલ્મ ‘છલાંગ’નું ટ્રેલર થયુ રીલિઝ

બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાની અપકમિંગ ફિલ્મ ‘છલાંગ’નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. જાે કે, શનિવારે આખરે ફિલ્મ મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યુ છે. રાજકુમાર રાવ અને નુસરત ભરૂચા ઉપરાંત મોહમ્મદ જિશાન અયૂબ પણ ખાસ ભૂમિકા નિભાવી રહ્યા છે.

છલાંગના ટ્રેલરમાં જાેઈ શકાય છે કે, રાજકુમાર રાવ અને મોહમ્મદ જીશાન સ્પોટ્‌ર્સ ટીચરના રોલમાં છે જ્યારે નુસરત ભરૂચ કંમ્પ્યુટર ટીચરનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મ આખી હરિયાણવી પહેરવેશમાં બનાવેલી છે. આ ટ્રેલરમાં જાેઈ શકાય છે કે, બંને અભિનેતા કઈ રીતે નુસરતને ઈંપ્રેસ કરવાની કોશિશ કરી રહ્યા છે. બાદમાં બંને વચ્ચે પ્રાઈડની વાત આવે છે અને શરૂ થાય છે બંને વચ્ચેની કોમ્પિટિશન.

રાજકુમાર રાવની આ ફિલ્મને હંસલ મહેતાએ ડાયરેક્ટ કરી છે. આ પહેલા તે શાહિદ, સિટીલાઈટ્‌સ, અલીગઢ, સિમરન જેવી શાનદાર ફિલ્મનું નિર્માણ કરી ચુક્્યા છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, લવ રંજન અને અજય દેવગને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ આગામી ૧૩ નવેમ્બરે અમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *