અંકલેશ્વર હજાત ગામે આઠમા તબક્કા ના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા

9 ગામના લોકો ને સ્થળ ઉપર 14 વિભાગ ની 56 સેવા નો લાભ અપાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા ના હજાત ગામની પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ આઠમા તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વહીવટી તંત્ર ના 14 વિભાગો ની 56 જેટલી સેવાઓ ને આવરી લેવામાં આવી હતી સાથે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીન સહીત ની આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવી હતી

રાજ્ય માં વહીવટ માં પારદર્શિતા વધે તેમજ પ્રજા ની વ્યક્તિલક્ષી રજૂઆતો ના ઉકેલ ની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડા નો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજના ઓ થી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ,ત્યારે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા હજાત ગામ ની પ્રાથમિક શાળા ખાતે આસપાસ ના ગામો ના આઠમા તબક્કા ના સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુ માં અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ એ દીપપ્રાગટ્ય કરી સેવા સેતુ નો પ્રારંભ કરાવ્યો હતો આ સેવા સેતુ મા લાભાર્થીઓ વહીવટી તંત્ર ના વિવિધ 14 વિભાગો ની 56 જેટલી સેવાઓ નો સ્થળ ઉપર લાભ લીધો હતો સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહીત ના મહાનુભાવો ના હસ્તે આયુષ્યમાન ભારત કાર્ડ ,આવક જાતી ના દાખલા ,બાગાયત ની કીટ નું નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીન સહીત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરત પટેલ , ,મામલતદાર કરણસિંહ રાજપૂત ,તાલુકા વિકાસ અધિકારી ધવલ પટેલ સહીત 13 વિભાગો ના અધિકારીઓ ,કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *