અંકલેશ્વર ના સજોદ ગામે નલ સે જલ યોજના માં ઓવરહેડ ટાંકી નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ

83 લાખ ના ખર્ચે ઓવરહેડ ટાંકી. ભૂગર્ભ સમ્પ અને આંતરીક પાઈપલાઈન નું ખાતમુહૂર્ત કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા ના સજોદ ગામ ખાતે નલ સે જલ યોજના અંતર્ગત 83 લાખ ના ખર્ચે ઓવરહેડ ટાંકી. ભૂગર્ભ સમ્પ અને આંતરીક પાઈપલાઈન નું ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું , અંકલેશ્વર ના સજોદ ગામ ખાતે વાસ્માં ભરૂચ દ્વારા નલ સે જલ યોજના કાર્યક્રમ અંતર્ગત ઓવરહેડ ટાંકી ,ભૂગર્ભ સમ્પ અને આંતરિક પાઈપલાઈન ના કામ માટે રૂપિયા 83 લાખ મંજુર કરવામાં આવ્યા છે આ કામ નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ .જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ ભરત પટેલ ,તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ ,સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *