વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ મેડમ ની સુરત ખાતે બદલી થતા માન મેયરશ્રી કેયુરભાઇ રોકડીયા ના અધ્યક્ષ સ્થાને માન કમિશનર શ્રી નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો

રિપોર્ટ : ચિરાગ પાંડેય

વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ મેડમ ની સુરત ખાતે બદલી થતા સ્ટેન્ડિંગ કમિટી રૂમ ખાતે માન મેયરશ્રી કેયુરભાઇ રોકડીયા ના અધ્યક્ષ સ્થાને માન કમિશનર શ્રી નો વિદાય સમારંભ યોજવા માં આવ્યો

જે વિદાય સમારંભ માં માન મેયર શ્રી એ કમિશનર શ્રી ની સુરત ખાતે બદલી થતા અભિનંદન આપેલ હતા તેમજ વડોદરા ના વિકાસ માટે માન કમિશનર શ્રી 24×7 કાર્યરત હોવાનું મેયર શ્રી જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષ ના કમિશનર શ્રી ના કાર્યકાળ માં કોઈ પણ બાબત નો વિવાદ થયેલ નથી તેમજ મોટી સંખ્યા માં જેટલા પણ કાર્યક્રમો થયા છે જેમાં કમિશનરશ્રી એ સંકલન માં રહી ને પ્રત્યેક કાર્યક્રમો સફળ કરેલ છે, કમિશનર શ્રી ના કાર્યકાળ દરમ્યાન માન વડાપ્રધાન શ્રી નો કાર્યક્રમ અને હર ઘર તિરંગા જેવા અને ૧૦૦ કરોડ ના બોન્ડ ઇસ્યુ કરવાની અદભુત સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે અને તેના જેવા અનેક વિવિધ વિકાસ ના કાર્યક્રમો ની સફળતા પ્રાપ્ત થયેલ છે,સાથો સાથ વડોદરા ના વિકાસ માટે કમિશનર શ્રી સહિત સમગ્ર વહીવટી પાંખ છેલ્લા દોઢ વર્ષ માં કાર્યરત રહી હોવાથી શહેર નો વિકાસ ઝડપી થયો છે તેવી પણ લાગણી મેયરશ્રી એ વ્યક્ત કરી હતી

માન મ્યુનિસિપલ કમિશનર એ જણાવ્યું હતું કે તેઓ ના કાર્યકાળ દરમ્યાન ક્યારેય માન મેયરશ્રી દ્વારા કોઈ પણ કાયદા વિરુદ્ધ નું કામ કરવા માટે દબાણ કરેલ નથીતેમજ તમામ હોદ્દેદાર શ્રી ઓ અને નગર સેવક શ્રી દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર રહેલ છે,જેથી જ વડોદરા નો વિકાસ વધુ ઝડપ થી થઈ શક્યો છે

ઉપરોક્ત કાર્યક્રમ માં માન ડે મેયર,માન નેતા શાસક પક્ષ ,માન દંડક સહિત ના નગર સેવક શ્રી ઓ ઉપસ્થિત રહી ને માન કમિશનર શ્રી ને સુરત ખાતે બદલી થવા બદલ અભિનંદન આપેલ હતા.તેમજ તેઓ ની કામગીરી ની બિરદાવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM