પ્રેમધારા શિશુવિહાર સ્કૂલમાં ઇન્ટર ક્લાસ સ્પીડ સ્કેટિંગ ઇવેન્ટ યોજાઇ

તાજેતરમાં ગાંધીનગર ખાતે પ્રેમધારા શિશુવિહાર સ્કૂલમાં ઇન્ટર ક્લાસ સ્પીડ સ્કેટિંગ ઇવેન્ટ ૨૦૨૨ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઇવેન્ટનું સંપૂર્ણ સંકલન જી.ટી.એ નાં સેક્રેટરી મિલાપ ટાટારિઆ થકી કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્ય રેશ્માબેન પટેલ વિશેષ હાજર રહ્યાં હતા તથા શાળાનાં ટ્રસ્ટી આશાબેન પાંડિયન, સંયોજક દેવેનભાઈ પ્રજાપતિ અને કોચ જતીન દવેએ ભાગ લેનાર તમામ સ્કેટર્સનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *