અરવલ્લીના મોડાસા ખાતે પ્રથમ વાર યોજાયો ભૂલકા મેળો

જિલ્લામાં ઘણા મેળા થાય છે પણ આવો સુંદર મેળો પ્રથમવાર જોવા મળ્યો : અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

રવલ્લી આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત અરવલ્લી દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ ભૂલકા મેળામાં જિલ્લાના બાળકોએ જુદી-જુદી પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો.આયોજિત ભૂલકા મેળામાં જિલ્લાના બાળકોએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે,જિલ્લામાં ઘણા મેળા થાય છે પણ આવો સુંદર મેળો પ્રથમવાર જોવા મળ્યો.બાળકોના સર્વાંગી વિકાસમાં વાલીઓની સાથે સાથે આંગણાવાડી કાર્યકરોનો ખુબ મહત્વનો ફાળો છે. આવા કાર્યક્રમો અવાર-નવાર કરવા જોઈએ જેથી બાળકોની સર્જાત્મકતા ખીલી ઉઠે અને તેઓને વિવિધ પ્રવૃતિઓ માટે પ્રોત્સાહન મળી રહે. 3 થી 6 વર્ષના બાળકોએ આજે જે પ્રવૃતિઓ કરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે. બાળકોના ભાષા વિકાસ અને સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોનો પાયો મજબુત બનાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં બાળકોની સાથે તેમના વાલીઓ પણ હાજર રહ્યા હતા અને પોતાના બાળકોની આવી પ્રવૃતિઓ જોઈને તેઓ ખુબ પ્રભાવિત થયા હતા. બાળકોએ વિવિધ પ્રવૃતિઓ જેવી કે, બાળ ગીત, પપેટ શો, ઉખાણા, બાળવાર્તા, સર્જનાત્મક પ્રવૃત્તિઓ તેમજ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જુદી-જુદી થીમ પર પ્રદર્શન ગોઠવ્યુ હતું. આજના આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂલકાઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવાનો હતો.

આજ રોજ આયોજિત ભૂલકા મેળામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કમલ શાહ, નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર, જિલ્લા પ્રોગ્રામઓફિસરશ્રી,તથા જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ અને વિવિધ મહાનુભાવો તેમજ બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM