ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત વિના મૂલ્યે યોગના વર્ગો

રિપોર્ટ-સંજય ચુડગર -તાપી

વ્યારા નગરમાં આવેલ શ્રીરામ તળાવ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત વિના મૂલ્યે યોગના વર્ગો વ્યારા તાલુકાના યોગ કોચ શ્રી ઉમેશભાઈ તામસે દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. યોગના વર્ગો સવારે અને સાંજે આમ બેચ ચાલે છે. બંને વર્ગો મળીને કુલ 60 જેટલા યોગસાધકો નિયમિત રીતે યોગના ક્લાસમાં આવે છે અને યોગ અને પ્રાણાયામ કરે છે.સૌના સ્વાસ્થ્યમાં પણ ખૂબ મોટા ફાયદાઓ થયા છે. જન – જન સુધી, ઘર – ઘર સુધી યોગ પહોંચાડવાનું કાર્ય વ્યારા તાલુકાના યોગ કોચ શ્રી ઉમેશભાઈ તામસે કરી રહ્યા છે સાથે યોગ ટ્રેનરને તાલીમ પણ આપી રહ્યા છે જેથી વ્યારા નગરના દરેક શેરી મહોલ્લામાં યોગના વર્ગો શરૂ થાય અને સૌ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત બને અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *