રિપોર્ટ-મનુભાઈ પ્રાતિજ

- રોજડ , પ્રાંતિજ ખાતે સ્વાગત તો તલોદ ખાતે જાહેર સભા યોજાઈ
- ગુજરાત ગૌરવ યાત્રા લઇ ને આવેલ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલ નુ ઠેરઠેર ભવ્ય સ્વાગત
- ભાજપ કાર્યકરો આગેવાનો દ્રારા સ્વાગત કરવામા આવ્યુ



ભારતીય જનતા પાર્ટી ની ગૌરવ યાત્રા લઇ ને નિકળેલ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલ , કે.સી.પટેલ , શંકરભાઇ ચૌધરી નુ ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ પ્રસિધ્ધ યાત્રા ધામ બહુચરાજી મંદિરેથી ગૌરવ યાત્રાનુ પ્રસ્થાન કરાવ્યુ હતુ અને ગુજરાત ના વિવિધ જિલ્લાઓ મા ફરી ને ગૌરવ યાત્રા નુ કચ્છ મુકામે યાત્રાધામ માતાના મઠ મુકામે સમાપન કરવામા આવનાર છે આ ગૌરવ યાત્રા તારીખ ૧૪ મી ઓક્ટોબર ના રોજ સાબરકાંઠા જિલ્લા મા આવી પોહચી હતી જેમા તલોદ તાલુકાના રોઝડ ખાતે ગૌરવ યાત્રા નુ મા ની મૌડવરી સાથે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ અને ત્યારબાદ બાદ ગૌરવ યાત્રા તલોદ એ.પી એમ.સી ખાતે ફટાકડા ફોડી ને ગૌરવ યાત્રા નુ સ્વાગત કરવામા આવ્યુ હતુ અને માર્કેટ યાર્ડ મા જાહેર સભા યોજાઈ હતી તો જગી માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ તો ગુજરાત ગૌરવ યાત્રા મા પુરૂષોત્ત રૂપાલ ની સાથે શંકરચૌધરી કે.પી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય અને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સાંસદ દિપસિંહ રાઠોડ , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , કૌશલ્યા કુંવરબા , રેખાબેન ચૌધરી , જિલ્લા પ્રમુખ જેડીપટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા જયારે તલોદ તાલુકા પંચાયત , નગરપાલિકા , એપીએમસી તેમજ વિવિધ સંસ્થાઓ દ્રારા દ્રારા પુરૂષોત્તમ રૂપાજી નુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર તેમજ સંગઠનો ના અગ્રણીઓએ પણ રૂપાલજી નુ સ્વાગત કર્યુ હતુ તો તલોદ નો પ્રાણ પ્રશ્ન એસટીડેપો શરૂ કરવાનો ઓર્ડર પત્ર રૂપાલ એ તલોદના લોકો ને આપતા લોકોએ વધાવી લીધો રૂપાલાએ તેમની આગવી સૈલીમા સભા સંબોધી હતી અને સરકાર ના કરેલ કામો ની પ્રસંશા કરી હતી અને આવનાર વિધાન સભા લોકસભા મા ફરી એકવાર દેશનુ સુકાન નરેન્દ્ર ભાઇ ના હાથમા સોપવા અપીલ કરી હતી તો પ્રાંતિજ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા આવી પોહચતા પ્રાંતિજ ખાતે પણ ભાજપ સંગઠન મંડળ દ્રારા ગૌરવ યાત્રા નુ સ્વાગત કર્યુ હતુ અને યાત્રા લઇ ને આવી પોહચેલ બસ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલ નુ ફુલહાર પહેરાવી ને ભવ્ય સ્વાગત કર્યુ હતુ

