ઝઘડીયા વિધાનસભાના નેત્રંગ ખાતે ભાજપા આયોજિત ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું સ્વાગત

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

હવે ખરા અર્થમાં પૂર્વ પટ્ટીના ટ્રાયબલ બેલ્ટમાં થઈ રહ્યો છે વિકાસ આદિવાસી બહુલવસ્તી ધરાવતા આખા દેશ સહિત પૂર્વ પટ્ટીના લોકો માટે આદ્ય ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા ઉનાઈથી શરૂ થયેલ આજરોજ સુરત જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકાના કવચીયા ગામેથી પ્રવેશ કરતા રેણુકાસિંઘ સ્વરૂપાના અધ્યક્ષપણા હેઠળ ભવ્ય બાઈક અને કાર રેલી સ્વરૂપે નેત્રંગ આવી પહોંચતા સ્વાગત કરી સ્વામિનારાયણ મંદિરે ભવ્ય જનસભા યોજાય હતી.
આ જનસભાનું એન્જીન એવા ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ શરૂઆતથી તેમની આગવી અદામાં સંબોધન કરતા નરેન્દ્ર મોદી દેશને સ્વનિર્ભર બનાવવા પ્રયાસ કરી રહ્યા છે .ઘર ઘર નળ દ્વારા પાણી આપી પીવાના પાણીની સમસ્યા હાલ કરી છે. કોરોનામાં મફત અનાજ મોદી સરકારે આપ્યું છે .ખેડૂતોના ખાતામાં નાત જાતના ભેદભાવ વિના 6000 રૂપિયા નાખ્યા છે .કોંગ્રેસે લોકોને બેકાર બનાવ્યા હતા રસ્તા પાણીની સમસ્યાઓ હતી દંગા રોજેરોજ થતા હતા કર્ફ્યું તો સાવ સામાન્ય બની ગયો હતો. આજે ભાજપ સરકારે એ બધું નિરાકરણ લાવી લોકો સુખ ચેનથી જીવી રહ્યા છે. છોટુભાઈએ શું આપ્યું એ શેના મશીહાં આદિવાસીનું પતન કર્યું છે ઝઘડીયા વિધાનસભા હું જીતાડીને બતાવીશ.બિરસા મુંડાને ખૂબ ઓછા લોકો ઓળખી શક્યા છે .આદિવાસી નિરવ્યસની બને ,કુરિવાજોમાંથી મુક્ત થાય અને આ ડીજે બંધ કરે એમાં જ તેની પ્રગતિ છે. આપણે લેભાગુ પાર્ટીના નથી આપણે સિદ્ધાંતવાદી પાર્ટીના સૈનિકો છીએ.
આદિજાતિ વિભાગ માત્રને માત્ર મોદી સાહેબે જ આપ્યો છે . પૂર્વ પટ્ટીમાં કોંગ્રેસે માત્ર શોષણ જ કર્યું છે જ્યારે ભાજપે તાસીર અને તસ્વીર બદલી છે. રસ્તા ,પાણી, લાઈટની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે . પૂર્વ પટ્ટીમાં વિજ્ઞાન મેડિકલ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ મોદી સરકારે આપી છે. દરેક તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલ આપી આદિવાસી બાળકોના ભવિષ્યની ચિંતા કરી છે .કોરોનામાં ભાજપ સરકારે મફત કોરોનાની રસી અપાવી છે .મફત રસી ,મફત અનાજ ,80 કરોડ લોકોની ચિંતા કરી ગરીબ લોકોને અનાજ મફત આપ્યું છે.
જશવંતસિંહ ભાંભોર આદિજાતિ મંત્રી.

ભારત માતાકી જય ,ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ, બિરસા મુંડા કી જય ગુજરાતની ભૂમિ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે જેમણે એક સૂત્રમાં આખા દેશને પરોવ્યા છે ગાંધીજીની ભૂમિ છે જેમણે આપને આઝાદી અપાવી છે હું નમન કરું છું આ ગુજરાતની ભૂમિને .રેણુકાએ વાયદો કર્યો હતો કે રેલવે ચાલુ કરાવી આપીશ જે કરાવીને જ રહી મોદી હૈ તો મુમકિન હૈ. ટ્રાયબલ વિસ્તારોમાં 55 હજાર કરોડની યોજનાઓ આપી છે. ત્રણ કલાકનો કાયદો લાવી મુસ્લિમ બહેનોને મદદ કરી છે. ટ્રાયબલના 87 હજાર કરોડના બજેટમાં આદિવાસી વિસ્તારોમાં રસ્તા પાણી વીજળી શિક્ષણ વગેરેમાં ખૂબ મોટું કામ કર્યું છે. આઝાદીના 75માં વર્ષમાં 1.43 લાખ મહિલાઓ માટે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ વિકાસ યોજના હેઠળ 20 / 20 લાખ રૂપિયા વિકાસ માટે આપ્યા છે. આદિવાસી કલાકારો માટે દેશના દરેક રાજ્યમાં બનાવેલ વસ્તુના વેચાણ માટે માર્કેટમાં દુકાનોની સુવિધા આપી છે . 20 લાખ લોકોને વન અધિકાર પત્ર આપવાનું કામ કર્યું છે .81,95,789 જનજાતિ ભાઈ બહેનોને આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મળ્યો છે.

રેણુકાસિંઘ સ્વરૂપા ,કેન્દ્રીય આદિજાતિ મંત્રી.

નેત્રંગ જાહેરસભામાં સાંસદ મનસુખ વસાવા, જનક બગદાણાવાળા, ધારાસભ્ય ગણપત વસાવા ,ઇશ્વરસિંહ પટેલ, હર્ષદ વસાવા આદિજાતિ આયોગ ,ડો.પ્રશાંત કોરાટ પ્રદેશ યુવા પ્રમુખ ,જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,ભારતસિંહ પરમાર, મહામંત્રી નિરલ પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, ભાવના પંચાલ ,જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખો સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *