અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે ગરબા હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું


=ઓએનજીસી ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે ઉપસ્થિત રહ્યા
=વિજેતા સ્પર્ધકો ને પ્રોત્સાહિત કરાયા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી નજીક આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ ખાતે ગરબા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું ઓએનજીસી સહીત ના અન્ય સ્વૈચ્છીક સંસ્થા ના સહયોગ થી યોજાયેલ ગરબા સ્પર્ધા માં ઓએનજીસી ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે અને તેમના ધર્મપત્ની અંજલી ગોખલે ઉપસ્થિત રહી વિજેતા સ્પર્ધકો ને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા ગરબા કોમ્પીટીશન નું આયોજન કરવામાં આવ્યું હતું ઓએનજીસી તેમજ અન્ય સંસ્થા ના સહયોગ થી શાળા ના પટાંગણ ખાતે ઓએનજીસી ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે અને તેમના ધર્મપત્ની અંજલી ગોખલે ની ઉપસ્થિતિ માં યોજાયેલ ગરબા કોમ્પીટીશન માં શાળા ના વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ અન્ય લોકોએ ભાગ લીધો હતો શાળા ના આચાર્ય ગંગાધર અને આચાર્ય મનીષાબેન ગોહિલે મહાનુભાવો નું સ્વાગત કર્યું હતું બાદ ગરબા કોમ્પીટીશન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગરબા માં બેસ્ટ કપલ ,બેસ્ટ ગરબા મેલ ફિમેલ ,બેસ્ટ કિડ્સ જેવી કેટેગરી નો સમાવેશ કરવામાં આવ્યો હતો અને વિજેતા સ્પર્ધકો ને મહાનુભાવો ના હસ્તે ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ,આ પ્રસંગે ઓએનજીસી ના એચ આર એસ ભટ્ટાચાર્ય ,ક્રિષ્ના પર્ફોમીંગ આર્ટ ના નિકુંજ જોશી ,પીનલ ગજેરા ,ફયુચર ફિલ્મ્સ ના મેનેજર અંશુ ખંડુજા વર્ચ્યુઅલ એકેડમીના હેડ અંકિત શ્રીવાસ્તવ મુથુટ ફાઇનાન્સ ના રોબીન સહીત શાળા ના શિક્ષકો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *