રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સરકારી શાળા ના વિદ્યાર્થીઓ ની રંગોળી સ્પર્ધા યોજાઈ


=વિદ્યાર્થીઓ માં રહેલ ટેલન્ટ બહાર લાવવા નો સનિષ્ઠ પ્રયાશ .
=તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને મીઠાઈ તેમજ ફટાકડા નું વિતરણ કરવામાં આવ્યું..

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નગરપાલિકા શિક્ષણ સમિતિ ના પ્રાથમિક તેમજ માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ માટે દિવાળી ટાંણે શારદા ભવન ખાતે રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.જેમાં વિજેતા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરી તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને ફટાકડા અને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું

સ્પર્ધા નો હેતુ સરકારી શાળા વિદ્યાર્થીઓ માં રહેલ ટેલેન્ટ ને બહાર લાવવાનો હતો .સ્પર્ધામાં નગર પ્રાથમિક શાળા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રીમતી કિંજલબેન ચૌહાણ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ના ક્લબ સેક્રેટેરી પંકજ ભરવાડા સાથે અન્ય રોટરી ક્લબના સભ્યો તેમજ સરકારી શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા . દિવાળી ટાંણે રંગોળી એ મુખ્ય પ્રવૃત્તિ કહી શકાય છે ત્યારે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળા માં ભણતા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા સાથે વિદ્યાર્થીઓમાં રહેલ ટેલેન્ટ ને બહાર લાવવાના હેતુથી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને નગર પાલિકા શિક્ષણ સમિતિ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં નગર પ્રાથમિક શાળા શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રીમતી કિંજલબેન ચૌહાણ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ના ક્લબ સેક્રેટેરી પંકજ ભરવાડા સહીત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધા માં 70 થી વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. જેમાં સુંદર રંગોળી બનાવનાર ને ઇનામ આપવા સાથે તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને મીઠાઈ અને ફટાકડા નું વિતરણ આવ્યું હતું ;

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *