
કલેકટર કચેરી ના ઉત્સાહી જિલ્લા આયોજન અધિકારી ની બદલી
અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર વર્ષ થી પ્રશંશનીય કામગીરી બજાવી રહેલા જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી ની વિધાનસભા ચુંટણી ને ધ્યાને લઈને જાહેર હિતમા સુરેન્દ્રનગર જીલ્લા આયોજન અધિકારી તરીકે બદલી કરવામાં અરવલ્લી જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટે સતત પ્રયત્નશીલ કર્મઠ અધિકારી ની ખોટ પડશે . સમગ્ર રાજ્ય મા અરવલ્લી અવ્વલ નંબરે રહે તે માટે રાજ્ય સરકારશ્રી ની જાહેરહિતની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ નો સમયસર અસરકારક અમલ કરાવી આગવી ઓળખ ઉભી કરી સમગ્ર રાજ્ય મા અરવલ્લી જિલ્લા નું ગૌરવ વધે તે પ્રકારની કામગીરી કરી પ્રજામાં પ્રશંસા મેળવી હતી કલેકટર કચેરીમાં મૂળભૂત જરૂરિયાતો સંદર્ભે મળતી રજૂઆતોનો યોગ્ય નિકાલ કરી મુલાકાતીઓ ને યોગ્ય માર્ગદર્શન આપી વહીવટી તંત્ર મા પ્રજા નો વિશ્વાસ વધે તે કોઈ પણ ધાક ધમકી કે રાજકીય દબાણ ને વશ થયા વિના પોતાની ફરજ ખંત પ્રમાણિકતા અને નિષ્ઠા પૂર્વક બજાવી રહ્યા હતા . અરવલ્લી જિલ્લા મા મિલનસાર નીડર અને બાહોશ અધિકારી તરીકે ની આગવી પ્રતિષ્ઠા ઊભી કરી હતી .અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતર મા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે શામળાજી વિષ્ણુ મંદિરે મહાપૂજા કરી હતી .એટલું જ નહિ સરકારશ્રી ના અંગ દાન મહાદાન કાર્યક્રમ ની સફળતા માટે યોજવામાં આવેલ જિલ્લાના લોકજાગૃતિ માટે ના કાર્યક્રમમા સહભાગી બનવા જિલ્લાની જાહેર જનતા ને અનુરોધ કરતા જોવા મળેલ હતા આમ તેઓ અનેક પ્રકારે પ્રશંશનીય કામગીરી બજાવી રહ્યા હતા.
