“સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતિ ઉજવણી”

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૩૧/૧૦/૨૦૨૨ના રોજ ‘યુનિટી રન’ અને સુતરાંજલિ સહ વંદના તથા રાષ્ટ્રીય એકતા શપથ કાર્યક્રમ

ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ ૩૧મી ઓકટોબરને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવાનું નકકી થયેલ છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર, સુરત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે સવારે ૭.૦૦ કલાકે એસ.વી.એન.આઈ.ટી. કોલેજના ગેટથી કારગીલ ચોકથી પરત એસ.વી.એન.આઈ.ટી.કોલેજ સુધી ”એક ભારત શ્રેષ્ઠ ભારત”, આઝાદી કા અમૃત મહોત્સવ અને દેશની એકતાની થીમ આધારિત યોજાયેલ ‘યુનિટી રન’ કાર્યક્રમમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લઈ માન.મ્યુનિ.કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલ(145), માન.કલેક્ટરશ્રી આયુષ ઓકાઠડા અને માન. પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર S) દ્વારા ફ્લેગ ઓફ આપી ‘યુનિટી રન’ની શરૂઆત કરવામાં આવેલ હતી.

તા.૩૧/૧૦/૨૦૨૨ને સોમવારના રોજ સવારે ૮.૩૦ કલાકે સુરત રેલ્વે સ્ટેશન સામે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે સુતરાંજલી અને વંદના કાર્યક્રમમાં માન.ડે.મેયરશ્રી દિનેશભાઈ જોધાણી, માન.ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, માન.મ્યુનિ.કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલાks), વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, મ્યુનિ.સભ્યશ્રીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓએ સતરાંજલી અર્પણ કરી વંદના કરી ”રાષ્ટ્રીય એકતા દિવસ શપથ’ લીધા હતા.

ભારતીયોના દિલમાં રાષ્ટ્રપ્રેમનો નવો જુસ્સો પેદા કરતી અને સમગ્ર વિશ્વને ભારતની દૃઢતા, એકતા અને ક્ષમતાનો પરિચય કરાવતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતિ ઉજવણીએ યોજાયેલ ‘યુનિટી રન’ અને સુતરાંજલિ સહ વંદના તથા રાષ્ટ્રીય એકતા શપથ કાર્યક્રમમાં મહાનુભાવો, મ્યુનિ.સભ્યશ્રીઓ અને અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ, પોલીસ જવાનો, ફાયર અને માર્શલ સ્ટાફ, વિવિધ સમાજના આગેવાનો, શહેરના દરેક વર્ગના બાળકો, મહિલાઓ, પુરૂષો, સીનીયર સીટીઝન, નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *