



દેને કો ટુકડો ભલો, લેને કો હરીનામનો જીવન મંત્ર વિશ્વભરમાં ગુંજતો કરનારા તથા નાતજાતના કે ધર્મના ભેદભાવ વગર સમગ્ર માનવ સમાજના કલ્યાણ અર્થે જીવી જનારા પરોપકારી, અલખના આરાધક, પ્રાતઃ સ્મરણીય સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૩મી જન્મ જયંતિ ભક્તિભાવ સાથે સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી હતી.મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે દર વર્ષે નીકળતી શોભાયાત્રામાં જલારામ બાપાના ભજનો અને ધાર્મિક ધૂન સાથે રામ મંદિર થી દરિયાલાલ મંદિર સુધી સાદગી પૂર્વક રીતે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં લોહાણા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણી, મંત્રી અમૂલ ચોથાણી, યુવક મંડળના પ્રમુખ કુલદીપ ચોથાણી, મંત્રી કિશન જોબનપુત્રા અને કરણ પીપરાણી તથા મહિલા મંડળના પ્રમુખ ઉર્વીબેન ચોથાણી અને મંત્રી બંશીબેન જોબનપુત્રા સાથે જોડાયા હતા. ત્યારબાદ મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું.
