મોરબીની દુર્ઘટનામા જીવ ગુમાવનારા નાગરિકોને ડાંગ જિલ્લા વહીવટી તંત્રે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી ;

રીપોર્ટ ડાંગ અમરનાથ્ જગતાપ્

આહવા: તા: 2: મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામા જીવ ગુમાવનારા દિવંગત નાગરિકોને ડાંગ વહીવટી તંત્ર દ્વારા પ્રાર્થના સભાનુ આયોજન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર-વ-મેજિસ્ટ્રેટ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની ઉપસ્થિતમા વહીવટી વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા પ્રાર્થનાસભાનુ આયોજન કરી, શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે, બે મિનિટનુ મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામા હતી.

આ સાથે જ ડાંગ જિલ્લા પંચાયત, ત્રણેય તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના કર્મીઓ દ્વારા પણ પોતાની ઓફિસોમા મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામા આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *