સાબરકાંઠા જિલ્લામાં સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત મતદાન જાગૃતિ રેલી યોજાઇ

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા /રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા

અવસર લોકશાહીનો વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ મહત્તમ મતદાન થાય તે અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરાઇ રાજયમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારીશ્રી ચૌધરીના નેતૃત્વમાં જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા રેલી, ચિત્ર સ્પર્ધાઓ, મહેંદી સ્પર્ધા જેવી અવનવી પ્રવૃતિઓ દ્રારા મતદાન જાગૃતિનું કામ કરવામાં આવી રહ્યું છે.

 જે અંતર્ગત હિંમતનગર શહેરની હિંમત હાઇસ્કૂલ ખાતે સ્વીપ નોડલ શ્રી ચૌધરી અને પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામીએ મતદાર જાગૃતિ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો અને શહેર તાલુકાના શિક્ષકોએ ઉપસ્થિત રહીને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  

 આ રેલી સહિત મતદાન જાગૃતિની વિવિધ પ્રવૃતિમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર સાબરકાંઠા દ્વારા પ્રયત્નો કરવામાં  આવી રહ્યા છે. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *