

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા/રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા સાબરકાંઠામાં બે ચૂંટણી ખર્ચ નિરીક્ષકોની નિયુક્તિ કરાઈ કલેકટર કચેરી ખાતે બંને ચૂંટણી નિરીક્ષકોએ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં ખર્ચ અંગે સમીક્ષા બેઠક યોજી
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ની તારીખો અને ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા યોજાશે તા. ૧લી અને ૫મી ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. માન્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત તબક્કાવાર કરવામાં આવી રહી છે. રાજ્યમાં 182 વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. આ સંદર્ભમાં સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા ચાર વિધાનસભા મત વિસ્તારોમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષકો નિયુક્ત કરવામાં આવ્યા છે. 27- હિંમતનગર અને 33-પ્રાંતિજ વિધાનસભા મત વિભાગ માટે ખર્ચ નિરીક્ષક શ્રી વિનીત કુમાર આઇ.આર.એસ.ની નિયુક્તિ કરાઈ છે. જ્યારે 28- ઈડર અને 29-ખેડબ્રહ્મા વિધાનસભા મત વિભાગ માટે શ્રી મુનિશ રાજાની આઇ.આર.એસ.ની નિયુક્તિ કરવામાં આવી છે. બંને ચૂંટણી નિરીક્ષકો સાબરકાંઠા જિલ્લામાં આવી ગયા છે અને ખર્ચને લગતી બાબતો અંગે નીગરાની રાખી રહ્યા છે. તા. 12/ 11/ 2022ને બપોરે 12:00 કલાકે બંને ચૂંટણી નિરીક્ષકોએ કલેક્ટર કચેરી ખાતે વિવિધ સર્વેલન્સ ટીમો સાથે જિલ્લા કલેકટરશ્રી અને ચૂંટણી અધિકારી શ્રી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ શાહ, જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બી.એસ.એફ)ના અધિકારીઓ અને નાયબ ચૂંટણી અધિકારી શ્રીમતી દીપ્તિબેન પ્રજાપતિ અને ચૂંટણી સાથે સંકળાયેલા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહીને ચૂંટણીલક્ષી કામગીરી અંગે, થયેલ ખર્ચની વિગતો તથા રજૂઆતો અંગે કરવામાં આવેલ નિકાલ અંગેનો ચિતાર રજૂ કર્યો હતો. આ બેઠકમાં સુરક્ષા ખર્ચ, મોનિટરિંગ સંકલન એપ્લિકેશન ડાઉનલોડ સી.સી.ટી.વી. કેમેરા, બોર્ડર પરની અવર-જવર, ફ્લેગ માર્ચ, બેરીકેટ, રોકડ રકમ, સોશિયલ મીડિયા મોનિટરિંગ, વાહન- વ્યવહાર, વિવિધ સમિતિઓ સાથે સંકલન જેવી બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાઘેલાએ જિલ્લામાં કાયદો વ્યવસ્થા, સી.સી.ટી.વી. કેમેરા, પોલીસ પેટ્રોલિંગ પર બોડી ઓન કેમેરા, લાઈવ ટેલીકાસ્ટ, જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ અંગે નાકાબંધી સહિત સમગ્રતયા સુરક્ષા અંગે વિગતો આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ દ્વારા ખર્ચ બાબતો અંગેની વિગતો આપી હતી. જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાએ સમગ્ર તથા ચૂંટણીલક્ષી કામગીરીનો ઓવરવ્યૂ રજૂ કરીને બંને ઓબ્ઝર્વરશ્રીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ બંને ઓબ્ઝર્વરશ્રીઓએ જિલ્લા માહિતી કચેરી ખાતે મીડિયા સેન્ટરની મોનિટરિંગ સિસ્ટમની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
