
રિપોર્ટ : બીના પટેલ
ખંભાત તાલુકાના મિતલી મુકામે ભારતીય જનતા પાર્ટી માંથી ગામના પનોતાપુત્ર શ્રી મયુરભાઈ રાવલને પુનઃ ઉમેદવાર નિયુક્ત કરવા બદલ સમસ્ત ગ્રામજનો ધ્વારા સન્માન સમારોહ યોજાયો. સમસ્ત ગ્રામજનો એક થઈ ભારતીય જનતા પાર્ટીના કમળને વિજેતા બનાવવા સંકલ્પબદ્ધ થયાં. આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખશ્રી ભીખાભાઇ પટેલ, મહામંત્રીશ્રી મહેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હર્ષદસિંહ સિંધા, પૂર્વ કારોબારી ચેરમેનશ્રી પ્રકાશભાઈ રબારી, જિલ્લા પંચાયત સભ્યશ્રી કાંતાબેન રણછોડભાઈ જાદવ, તાલુકા પંચાયત સભ્યશ્રી મફતભાઈ મકવાણા, ગામના વડીલો-આગેવાનો અને સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
