૧૭૯- વલસાડના ૨૦૭- અટકપારડી- ૧ અને ૨૦૮- અટકપારડી- ૨ તેમજ જૂજવા- ૨૦૬ મતદાન મથક તેમજ ૧૭૮-ધરમપુરના કરંજવેરી-૩ મતદાન મથકોની મુલાકાત લીધી

બ્યુરો રિપોર્ટ-સીમા ભટ્ટાચાર્ય-વલસાડ

વિધાનસભા સામાન્‍ય ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દિલ્‍હી દ્વારા વિશેષ મતદારો માટે મતદાનની સગવડતા(ઇન્‍કલુઝન અને એકસેસીબીલીટી)ના સ્‍પેશિયલ ઓબ્‍ઝર્વરશ્રી અક્ષય રાઉતની નિમણૂંક કરવામાં આવી છે. શ્રી રાઉત તેમના સમગ્ર રાજયના નિયત થયેલા કાર્યક્રમ અનુસાર તા. ૨૧ મી નવેમ્‍બરથી તા. ૨૫ મી નવેમ્‍બર,૨૦૨૨ સુધી રાજયના વિવિધ વિધાનસભા વિસ્‍તારોમાં ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ વિશેષ મતદારો જેવા કે દિવ્‍યાંગો/સીનીયર સીટીઝન/મહિલા/યુવા/થર્ડ જેન્‍ડર/ઓવરસીઝ/સર્વિસ વોટર્સની મતદાન માટે જે વ્‍યવસ્‍થાઓ મતદાન મથકોમાં કરવાની રહે છે તે બાબતે તેમજ મતદાર જાગૃત્તિ બાબતે સ્‍વીપ એકટીવીટી અંતર્ગત વધુ મતદાન થાય તે માટે જરૂર વ્‍યવસ્‍થા કરવા સંદર્ભે મતદાન મથકોની મુલાકાત લઇ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલ વ્‍યવસ્‍થાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડશે.
સ્‍પેશિયલ ઓબ્‍ઝર્વરશ્રી રાઉતે ગત તા. ૨૧ મી નવેમ્‍બર,૨૦૨૨ ના રોજ તેમના નિયત થયેલા કાર્યક્રમ અનુસાર નવસારી ખાતેથી તેઓ ગત સાંજે વલસાડ જિલ્‍લાના વિધાનસભાના મતદાર વિસ્‍તારોની મુલાકાત માટે તેઓ વલસાડ ખાતે સાંજે આવી પહોંચ્‍યા હતા. વલસાડ જિલ્‍લાના ૧૭૯- વલસાડ વિધાનસભાના ૨૦૭- અટકપારડી-૧ અને ૨૦૮- અટકપારડી-૨ મતદાન મથકો ખાતે ૧૭૯- વલસાડના ચૂંટણી અધિકારી નિલેશ કુકડિયાની સાથે મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન આ મતદાન મથકના દિવ્‍યાંગ મતદારો માટે રેમ્‍પની વ્‍યવસ્‍થા, અલગ હરોળ, તેમજ સીનીયર સીટીઝનો માટે અલગ હરોળ વગેરેની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે કે કેમ? તે બાબતોનું નિરીક્ષણ કર્યુ હતું. આ મતદાન મથકોમાં અટકપારડી-૧ ખાતે ૯૬૫ કુલ મતદારો પૈકી ૪૯૨ પુરૂષ અને ૪૭૩સ્ત્રી મતદારો છે જેમાં દિવ્‍યાંગો ૨ અને સીનીયર સીટીઝનો ૬ છે તેમજ અટકપારડી- ૨ ખાતે ૮૨૬ કુલ મતદારો પૈકી ૪૦૦ પુરૂષ અને ૪૨૬ સ્ત્રી મતદારો છે જેમાં ૪ દિવ્‍યાંગો અને ૧૪ સીનીયર સીટીઝનો છે. શ્રી રાઉતે આજે તા. ૨૨ મી નવેમ્‍બર,૨૦૨૨ ના રોજ ૧૭૯- વલસાડ મતદાર વિભાગના ૨૦૯- જૂજવા-૧, ૨૧૦-જૂજવા-૨ અને ૨૧૧-જૂજવા-૩ ની મુલાકાત લઇ મતદાન મથકોમાં વિશેષ મતદારો માટે કરવામાં આવેલી વ્‍યવસ્‍થાઓનું નિરીક્ષણ કર્યુ હતું. આ મુલાકાત વેળા તેમની સાથે ૧૭૯- વલસાડના ચૂંટણી અધિકારી નિલેશ કુકડિયા હાજર રહ્યા હતા.
બોક્ષ મેટર-
તા. 23 નવેમ્બરે 80 વર્ષથી વધુ વયના મતદારો અને દિવ્યાંગ મતદાર ઘરેથી મતદાન કરી શકશે
ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ એવીએસી (ગેરહાજર ૮૦ વર્ષથી વધુ મતદારો)અને એવીપીડી( ગેરહાજર દિવ્‍યાંગજન મતદાર) તેમના ઘરે મતદાન કરવા માંગતા હોઇ તેવા સિનીયર સીટીઝન મતદારો માટે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીનું જાહેરનામું બહારનામું પડે કે તુર્ત જ પાંચ દિવસની અંદર જે તે મતદાન મથકના બી. એલ. ઓ. દ્વારા ૮૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા મતદારોની મુલાકાત લઇને તેઓ પોતાના ઘરેથી મતદાન કરવા માંગતા હોઇ, તો તેમને ચૂંટણીપંચ દ્વારા નિયુકત થયેલા ફોર્મ ૧૨-ડી ભરાવવાની કાળજી લેવાની હોય છે ત્‍યારબાદ તેમને ચૂંટણીપંચના નિયત થયેલ કાર્યક્રમ અનુસાર આજે તા. ૨૨ મી અને તા. ૨૩ મી નવેમ્‍બર-૨૦૨૨ ના રોજ તેમને મતદાન કરવાનું છે.

સ્‍પેશિયલ ઓબ્‍ઝર્વરની હાજરીમાં કરંજવેરીના 88 વર્ષીય બાવનભાઈ ગાંવિતે ઘરેથી મતદાન કર્યુ
૧૭૮- ધરમપુર મતદાર વિભાગના કરંજવેરી-૩ મતદાન મથકની ૧૭૮- ધરમપુરના ચૂંટણી અધિકારી કેતુલ ઇટાલીયાએ કરંજવેરી ગોડાઉન ફળિયા ખાતે ૮૮ વર્ષની ઉંમરના સીનીયર સીટીઝન શ્રી બાવનભાઇ સોનકીયાભાઇ ગાંવિતે આજે તા. ૨૨ મી નવેમ્‍બર, ૨૦૨૨ ના રોજ સ્‍પેશિયલ ઓબ્‍ઝર્વરશ્રી અક્ષય રાઉતની હાજરીમાં જ તેમના ઘરે મતદાન કર્યુ હતું. ધરમપુર મતદાન વિભાગના ચૂંટણી અધિકારી કેતુલ ઇટાલીયા, મતદાન મથકના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર શ્રીમતી પ્રિયંકાબેન પટેલ, મતદાન અધિકારી પરમજીત કોંકણી, બી. એલ. ઓ. રમણભાઇ ગાંવિત દ્વારા મતદાન કુટિર, મતદાન માટેની સામગ્રી સાથે હથિયારધારી પોલીસ કાશીરામની હાજરીમાં વિડીયોગ્રાફર વસંતભાઇ રાઠોડે આ સમગ્ર મતદાન પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *