







ઠેર ઠેર લોકો વરઘોડો કાઢી અભૂતપૂર્વ પ્રેમ આપી રહ્યા છે, લોકોમાં ઉત્સાહનો માહોલ
મોરબી વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા દ્વારા વેગવંતો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. બંને તાલુકાના સેંકડો ગામોમાં વહેલી સવારથી લોક સંપર્ક શરૂ કરવામાં આવી રહ્યો છે અને મોડી સાંજ સુધી પ્રચાર અભિયાન તેજ જાેવા મળી રહ્યું છે. તાલુકાની જનતા કાંતિલાલ અમૃતિયા અપાર પ્રેમ આપી રહી છે અને સન્માન કરી રહી છે કાંતિલાલ અમૃતિયા ની સભાઓમાં સ્વયંભૂ જનતા ઉમટી રહી છે અને જંગી બહુમતિથી જીતાડવા માટે હૂંકાર કરી રહી છે. તાલુકામાં હાલ પ્રચાર અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યું છે અને જેમાં ઉત્સાહભેર લોકો જાેડાઈ રહ્યા છે. કાંતિલાલ અમૃતિયા આ તબક્કે જનતાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તમારા આશીર્વાદથી મને ટિકીટ મળી છે અને આજે હું જે કંઈ પણ છું એ તમારા આશીર્વાદથી છું. તમારો પ્રેમ અને આશિષ ફરીથી મળશે તેવો મને વિશ્વાસ છે અને જંગી બહુમતિથી જીતાડીને એક કમળ ગાંધીનગર મોકલશો. સમર્થકો અને ટેકેદારો દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. દરેક ગામમાં સ્વયંભૂ લોકો ઊમટી રહ્યા છે અને પોતાના પોતીકા નેતાને જંગી લીડથી જીતાડવા માટે આહવાન કરી રહ્યા છે. મોરબી વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ને ઠેર ઠેર અભૂતપૂર્વ સન્માન કરવામાં આવી રહ્યું છે અને લોકો ગદગદીત પણ થઈ રહ્યા છે.પ્રચારમાં મંત્રી વલ્લભભાઈ કથેરીયા સાહેબ તથા ભાનુભાઇ મહેતા સાહેબ મોરબી શહેર પ્રમુખલાખાભાઈ જારીયા મોરબી જિલ્લા મહામંત્રી જયુભા જાડેજા મહામંત્રી રીશીપ કૈલા ભાવેશભાઈ કજારીયા મોરબી જેઠાભાઈ મીયાત્રા તેમજ સિરામિક ઉદ્યોગ એસોસિએશનના તમામ હોદ્દેદારો વગેરે હાજરી આપી હતી
