112 આણંદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી યોગેશભાઈ પટેલના સમર્થનમાં આણંદ વ્યાયામ શાળા ખાતે થી ભવ્ય વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું

112 આણંદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી યોગેશભાઈ પટેલના સમર્થનમાં આણંદ વ્યાયામ શાળા ખાતે થી ભવ્ય વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. લોટિયા ભાગોલ પાસે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કરી રેલીનું પ્રસ્થાન કરાયું હતું આ રેલીમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, આણંદ વિધાનસભાના ઉમેદવાર શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન, શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી શ્રી સ્વપ્નિલભાઈ પટેલ, મહામંત્રી શ્રી અમિતભાઇ ઠાકોર, પૂર્વ સાંસદશ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ સાંસદશ્રી દીપકભાઈ પટેલ, પાલિકા પ્રમુખ શ્રીમતિ રૂપલબેન પટેલ સહિત કાઉન્સિલરશ્રીઓ, ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM