સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિત માં નવદંપતીઓ એ પ્રભુતા માં પગલાં પાડ્યા

કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ વિરપુર (જલારામ) દ્વારા ગાડલીયા લુહાર સમાજ ની દિકરીઓ માટે “પિયર નું પાનેતર” પ્રથમ સમુહ લગ્ન આયોજન વિરપુર જલારામ મુકામે કરવામાં આવ્યું.
લગ્ન એ સમાજ વ્યવસ્થા નો પાયો છે લગ્ન એટલે જોડાણ મિલન લગ્ન જીવન એ બે આત્માઓ નું મિલન છે
ગોર મહારાજ ના વૈદીક મંત્રોચ્ચાર અને અગ્નિ દેવ ની સાક્ષીએ પુજ્ય સંત શિરોમણી જલારામ બાપા ની પવિત્ર ભુમી પર નવદંપતીઓ એ સંસાર ચક્ર ના પવિત્ર રથ ને આગળ લઈ જવા માટે અને તમામ પરિસ્થિતિઓ ને પહોંચી વળવા માટે સંકલ્પસિદ્ધ સહ જીવન ની કેડીએ પ્રભુતા માં પગલા માંડયા હતા.
આ શુભ પ્રસંગે દીકરીઓ ને આશીર્વાદ આપવા વિરપુર સ્વામિનારાયણ ગુરુકુળ ના સ્વામી શ્રી વિશ્વવિહરી સ્વામી ,અલ્પેશ બાપુ વડવાળી જગ્યા મોવીયા , જેતપુર તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ રાજુભાઈ બારૈયા , વિરપુર ગામ ના સરપંચ રમેશભાઈ સરવૈયા ,વેપારી અગ્રણી પ્રફુલભાઈ , વિરપુર કુમાર શાળા ના પ્રિન્સીપાલ ડોડીયા સાહેબે તેમજ વીરપુર પોલીસ સ્ટાફ તરફથી મનીષભાઈ પરમાર ઉપસ્થિત રહીને નવદંપતી ઓ ને આશીર્વાદ આપ્યા હતા
દરેક સાધુ સંતો અને મહેમાનો ને ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસંગ ને અનુરૂપ ગાડલીયા લુહાર સમાજ ના યુવા પ્રમુખ દેવરાજ રાઠોડ દ્વારા શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું
પ્રભુતા માં પગલા પાડનાર દરેક દિકરીઓ ને કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ ના દાતાઓ ના સહયોગ થી જીવન જરૂરીયાત વસ્તુઓ આપવામાં આવી હતી.
આ પ્રથમ સમુહ લગ્ન માં ઉપસ્થિત સહુ દાતા સાધુ સંતો અને માનવંતા મહેમાનો એ ગાડલીયા લુહાર સમાજ અન્ય સમાજ ની જેમ મુખ્ય ધારા માં આવી શકે તે બાબતે અને શિક્ષણ જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રથમ સમુહ લગ્ન કાર્યક્રમ ને સફળ અને યાદગાર બનાવવા માટે કાઠીયાવાડ ગાડલીયા લુહાર સમાજ ના યુવા પ્રમુખ દેવરાજ રાઠોડ ,લાલા પરમાર ,ભુપતભાઈ મેવસા ,પ્રવીણભાઈ રાઠોડ ,માધવ રાઠોડ ,દશરથ વાલબુક ,દલપતભાઈ મેવસા તેમજ અન્ય યુવાનો ની જહેમત ના કારણે આ કાર્યક્રમ નું સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
