જીસીએસ હોસ્પિટલ દ્વારા શેઠ સી. એલ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ, રખિયાલના વિધાર્થીઓ માટે ખાસ સીપીઆર ટ્રેનિંગ

આજે દર્દીઓ અચાનક જ ‘કાર્ડિએક એરેસ્ટ’ (હૃદયનું કામચલાઉ ખૂબ ધીમું અથવા બંધ પડી જવું)ના ભોગ બને છે. તેઓને તાત્કાલિક સારવાર આપવા માટે ‘સીપીઆર’ ઇમરજન્સી માટેની ટેક્નિકની તાલીમ લીધેલી સામાન્ય વ્યક્તિ આ સારવાર દ્વારા દર્દીને તાત્કાલિક સારવાર આપી શકે છે. જો આનો તરત જ ઉપયોગ કરાય તો દર્દીની બચવાની તક ૪૦ ટકાથી પણ વધુ વધી જાય છે.

જીસીએસ હોસ્પિટલ દ્વારા 12 ડિસેમ્બરના રોજ રખિયાલ ખાતે આવેલી શેઠ સી એલ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલના વિધાર્થીઓ માટે ખાસ સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી. CPR એટલે કે કાર્ડીઓ પલ્મોનરી રિસસીટેશન, હાર્ટ એટેક આવે ત્યારે વ્યક્તિને બચાવવા કઈ રીતે છાતીના કયા ભાગમાં હાથની કઈ સ્થિતીમાં પુશઅપ કરવું અને કેટલું દબાણ આપવું તે અંગે જીસીએસ હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગના ડો. કેરલીન કેરકટ્ટા અને ડો. પલક સીતાપરા એ રિહર્સલ દ્વારા સમજાવ્યું હતું. વિધાર્થીઓને CPRની આ પ્રક્રિયાનું પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું.આ પદ્ધતિમાં કાર્ડિયાક અરેસ્ટ સમયે છાતી પર અમુક નિયત જગ્યાએ, નિયત સમયે દબાણ આપવાનું હોય છે તેનાથી હૃદયના ધબકારા પાછા શરુ થાય છે અને વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર CPRથી ઘણા લોકોના જીવ બચાવી શકીએ. 70 વધુ વિદ્યાર્થીઓએ આ ટ્રેનિંગમાં ભાગ લીધો.

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *