રાનકુવા શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર હાઈસ્કૂલના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્વેટર /જાકીટ વિતરણ કરવામાં આવ્યું …

રિપોર્ટ, મયુર પટેલ

શિયાળાની ઋતુ શરૂ થતા શાળાના બાળકોને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુથી રાનકુવા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 74 જેટલા વિદ્યાર્થીઓને સમાજ સેવક શ્રી અરવિંદભાઈ ટેલર અને નાનક ગ્રુપ ચીખલી હાલ યુકે લંડન તરફથી સ્વેટર અને જાકેટનું વિતરણ કરવામાં આવ્યું.
અંતરિયાળ વિસ્તારમાં આવેલી શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા 1400 વિદ્યાર્થીઓ સાથે જિલ્લાની અગ્રેસર શાળા છે . શાળામાં અભ્યાસ કરવા આવતા કેટલાક વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં સ્વેટર વગર ઠંડીએ ઠરતા હતા ત્યારે શાળાના નિરીક્ષકશ્રી પરેશકુમાર દેસાઈ શ્રી અરવિંદભાઈ ટેલર અને નાનક ગ્રુપ,મિત્ર મંડળ હાલ યુકે લંડનનો સપર્ક કરતા તેઓ એ વિદ્યાર્થીઓ ને સ્વેટર ની મદદ કરવા તૈયારી બતાવી હતી નાનક ગ્રુપની આ સરાહનીય કામગીરીને શાળાએ બિરદાવી હતી આ પ્રસંગે શાળાના બાળકો સાથે આચાર્યશ્રી સંજયસિંહ પરમારે સંવાદ કરીને વિધાર્થીઓને અભ્યાસ પ્રત્યે નિષ્ઠા અને નિયમિતતા દાખવી ઉત્તમ નાગરિક બનવાની શીખ આપી હતી. વિધાર્થી જીવન ચારિત્ર્ય નિર્માણ નો સુવર્ણકાળ હોવાનું જણાવીને ગામ,શાળા અને શિક્ષકોનું ગૌરવ હેતુ અગ્રેસર બનવા શીખ આપી હતી… ભવિષ્યમાં પણ નાનક ગ્રુપજરૂરીયા મંદ વિદ્યાર્થીઓને મદદ રૂપ બને તેવી આશા રાખી હતી
નાનક ગ્રુપ ચીખલીની માનવીય પ્રવૃત્તિની પ્રશંસા કરી માનવસેવા એ જ ઉત્તમ સેવા વાક્યને ચરિતાર્થ કરી શાળાના શિક્ષકોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *