ભિલોડા પોલીસ સ્ટેશનમાં કેમ્પ યોજાયો

“રક્તદાન એ શ્રેષ્ઠ દાન” પુરવાર કર્યું : પોલીસ શહીદ દિને રકત 90  બોટલ એકત્રિત કર્યું

૨૧મી ઓક્ટોબરના દિવસને પોલીસ શહીદ દિનના દિવસે અરવલ્લી જીલ્લામાં જીલ્લા પોલીસ તંત્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ઉપક્રમે પોલીસ કર્મીઓએ પોતાની ફરજની સાથે સાથે દેશ ભક્તિ અને રાષ્ટ્ર પ્રેમને સમર્પિત થઈને કોરોનાના આ કપરા સમયે લોકોની મદદ માટે બ્લડ ડોનેશનનું ઉમદા કાર્ય કર્યુંહતું.ભિલોડા પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતની રાહબરી હેઠળ “રક્તદાન મહાદાન…ટીપે ટીપે જીવતદાન”ની યુક્તિને સાર્થક  લોકોને પ્રેરણા આપી હતી.

પોલીસ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સયુંકત ઉપક્રમે કોરોનાની મહામારી વચ્ચે લોકો બ્લડ ડોનેશન કરતા ખચકાટ અનુભવી રહ્યા છે ત્યારે દર્દીઓ અને જરૂરિયાતમંદ માટે લોહીની ખપતના પડે તે માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો.

ભિલોડા પોલીસ સ્ટેશનમાં  રક્તદાનકેમ્પરાખવામાંઆવ્યોહતો. સોશિયલ ડિસ્ટન્સ રાખીને તેમજ સૅનેટાઇઝ મશિન મૂકીને પુરી તકેદારી રાખવામાં આવી હતી. સવારે ૯:૩૦ વાગ્યા થી સાંજે ૪ વાગ્યા સુધી પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ, ટી.આર.બી,હોમગાર્ડ જવાનો અને સ્વૈચ્છીક સંસ્થાઓના કાર્યકર્તાઓ અને રક્તદાતાઓએ ઉમળકાભેર રક્તદાન કેમ્પમાં રક્ત દાન કર્યું હતું.ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ કે.કે રાજપૂત તેમની ટીમે અને ભિલોડા ગ્રામ ની યુવા ટિમ રક્તદાન માટે ભારે જહેમત ઉઠાવી હતી.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ભરત પરમાર અને તેમની ટીમે ત્રણ સ્થળે રક્તદાતાઓ માટે મેડિકલ ટીમ સાથે સુસજ્જ બની સુવિધા પુરી પાડી ઉમદા કાર્ય કર્યું હતું.

પોલીસ દ્વારા કોરોનાના આવા સમયે લોકોની મદદ કરવાના આશયથી સતત ભગીરથ કાર્યો કરવામાં આવે છે. આ બ્લડ ડોનેશન મારફતે લોકોને નવજીવન માટે કામ લાગશે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરાવલ્લીએ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *