


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાનશ્રીના અમદાવાદ ખાતે આગમન વેળાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ, પ્રોટોકોલ રાજ્યમંત્રીશ્રી જગદિશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયરશ્રી કિરીટભાઇએ સ્વાગત કર્યુ હતું. મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવશ્રી એ.કે. રાકેશ તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ વડાપ્રધાનશ્રીનો ભાવ સભર આવકાર કર્યો હતો