લાંબી કુદ અને ગોળા ફેંકમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો…..


રિપોર્ટ, મયુર પટેલ
નવસારી જિલ્લા એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા તારીખ 17 2022 ના રોજ સર સી જે એન ઝેડ મદ્રેસા હાઈસ્કૂલ નવસારી ખાતે નવસારી જિલ્લા એથ્લેટિક્સ મીટ અને પસંદગી 2022 યોજાઈ શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા હાઇસ્કુલના 12 રમતવીરોએ અંડર 16 વિભાગ માં ભાગ લીધો .જુદી જુદી સ્પર્ધા પૈકી લાંબી કુદ અને ગોળા ફેંકમાં ક્રમશ સુમિત એન પટેલ અને વેદાંશી આહીર પ્રથમ પ્રાપ્ત ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે 1600 મીટર દોડમાં રોશન મુકેશભાઈ પટેલ ,ગોળા ફેંકમાં જેમ્સ સુનિલભાઈ પટેલ અને ચક્ર ફેકમાં દ્વિજ સંજયભાઈ પટેલે તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે મોક્ષ પી પટેલ , દિયા એસ પટેલ 800 અને 600 મીટર દોડમાં બીજો ક્રમ પ્રાપ્ત કરી જલવત સફળતા મેળવેલ છે શાળાના આચાર્યશ્રી સંજયસિંહ પરમાર સાહેબે રમતવીરોને અભિનંદન આપી તેમને તૈયારી કરાવનાર પીટી શિક્ષક શ્રી રાકેશભાઈ બી પટેલને શુભેચ્છાઓ આપી હતી…અત્રે ઉલ્લેખનીય છે કે રાનકુવા શાળા ખેલ મહાકુંભમાં સમગ્ર જિલ્લામાં અગ્રેસર રહી છે
