પાટણ-ડીસા હાઈવે પર કોયટા મેજર બ્રિજ ખાતે ₹187 લાખના ખર્ચે નિર્મિત વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગનું લોકાર્પણ : ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે શુભારંભ

બ્રિજના નિર્માણકાર્ય દરમિયાન વાહનચાલકોને પડતી મુશ્કેલીઓમાં થશે નોંધપાત્ર ઘટાડો, સ્થાનિક નાગરિકો અને મુસાફરોને મળશે મોટી રાહત

પાટણ-ડીસા હાઈવે પર કોયટા મેજર બ્રિજ ખાતે ગુજરાત સરકાર દ્વારા ₹187 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગનું લોકાર્પણ સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, જનતાની સુવિધા, સુરક્ષા અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતી ગુજરાત સરકાર જનહિતના કાર્યોને સતત આગળ ધપાવવા કટિબદ્ધ છે.આ નવા ડાયવર્ઝન માર્ગના કાર્યરત થવાથી બ્રિજના નિર્માણકાર્ય દરમિયાન વાહનચાલકોને પડતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. વાહનવ્યવહાર વધુ સરળ અને સુગમ બનશે તેમજ સ્થાનિક નાગરિકો, મુસાફરો અને આસપાસના ગામોના લોકોને મોટી રાહત મળશે.મહાનુભાવોની ઉપસ્થિતિઆ લોકાર્પણ પ્રસંગે શ્રી નંદાજી ઠાકોર, શ્રી પ્રહલાદજી ઠાકોર, શ્રી લાલજીભાઈ દેસાઈ, શ્રી ગીરીશભાઈ મોદી, શ્રી આર.બી. પંચાલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, શ્રી પ્રધાનજી ઠાકોર, શ્રી જશુભાઈ પટેલ, શ્રી માતમજી ઠાકોર, શ્રી મહિપતસિંહ રાજપૂત, શ્રી રમેશભાઈ દેસાઈ, શ્રી રણજીતસિંહ ઠાકોર, શ્રી બીપીનજી ઠાકોર, શ્રી સોરાબજી ઠાકોર, શ્રી પોપટજી ઠાકોર, શ્રી દશરથજી રાજપૂત, શ્રી ઈમ્તિયાજભાઈ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *