મોરબી માળીયા સાંસદશ્રી પૂનમબેન માડમ ની મુલાકાત-સભાઓને ઉમળકાભેર આવકાર

રાજ્યસરકારના મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા સાથે વિવિધ સમાજના આગેવાનો-વડીલો-ભાઇઓ-બહેનો નો સઘન લોકસંપર્ક

લોકસભાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ દ્વારા મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચુંટણીના પ્રચાર માટે જુદા જુદા ગામો અને વિસ્તારોમા પ્રવાસ યોજવામા આવ્યો અને રાજ્ય સરકારના મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા સાથે વિવિધ સમાજના આગેવાનો વડીલો ભાઇઓ બહેનો સાથે મુલાકાત યોજી સભાઓ યોજી લોકસંપર્ક કરી શ્રી બ્રિજેશભાઇ મેરજાને જંગી બહુમતીથી જીતાડવા સૌ ને અપીલ કરી તે દરમ્યાન રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીના પ્રજાલક્ષી કાર્યો ગ્રામ્ય વિસ્તારોની તેમજ શહેરી વિસ્તારોની કાયાપલટ માટે થયેલા વિકાસ કામો ખેડૂતલક્ષી મહત્વના નિર્ણયો તેમજ જન જન ની સુવિધાઓના કામો દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકારનો જનસેવાનો મુળમંત્ર ની લોકો સમક્ષ છણાવટ કરી પ્રચંડ જનમત નો નમ્ર અનુરોધ કર્યો હતો જે માટે મોરબીમા તેમજ નાની બરાર મોટી બરાર દહીસરા વવાણીયા જસાપર સહિતના ગામોના પ્રવાસ દરમ્યાન સાંસદ શ્રી પૂનમબેન માડમના પ્રવાસમા લોકોનો ઉમળકોજોવા મળ્યો હતો તેમજ આહિરસમાજની પણ વિશેષ બેઠકો યોજી હતી તેવીજ રીતે બોટાદ જિલ્લાના ગઢડાનો પ્રવાસ પણ યોજાયો છે રિપોર્ટ-મહેશભાઈ સિંધવ, મોરબી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *