સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી નિમિતે ભારત સરકાર દ્વારા 22 ડિસેમ્બર ને દર વર્ષે ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં એન્જિનિરિંગ કોલેજ અને નૂતન સાયન્સ કોલેજ દ્વારા ગણિત દિવસની ઉજણીમાં જીવનમાં ગણિતનો ઉપયોગ અને શ્રીનિવાસ રામાનુજન દ્વારા ગણિતમાં કરેલ સંશોધન વિષયો પર પોસ્ટર પ્રેઝન્ટેશન, મોડેલ, ગેમ્સ, પઝલ તથા ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ જેમાં સાંકળચંદ પટેલ યુનિ. સંલગ્ન કોલેજો અને અન્ય કોલેજ, યુનિવર્સિટી ના 100 કરતા વધુ વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ. જેમાં 17 ટીમ પોસ્ટર, 15 ટીમ મોડેલ અને પઝલ, 8 ટીમ ક્વિઝ તથા 7 ટીમ પ્રેઝન્ટેશનમાં ભાગ લીધેલ.

પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ ના નેતૃત્વ અને પ્રોવોસ્ટ ડો. ડી જે શાહ ના માગૅદશૅનમાં ગણિત વિષયના નિષ્ણાત અને ગુજરાત ગણિત મંડળના જોઇન્ટ સેક્રેટરી ડો. સચિન ગજ્જર ની ઉપસ્થતિમાં સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાયો. મેજિક સ્કેવર અને ગણિત વિષયમાં રુચિ બાબતેની ચર્ચાઓ કરવામાં આવી. વિજેતા વિદ્યાર્થીઓ ને કાર્યક્રમના અંતે ઇનામો દ્વારા પ્રોત્સાહીત કરવામાં આવેલ.  પ્રિન્સિપાલ ડૉ. સંતોષ શાહ, ડો. રાજેશ પટેલ, ગણિત વિભાગના હેડ ડો. જયેશ પટેલ, કો ઓર્ડીનેટર પ્રો. વિધિ અને પ્રો. જયસ્વાલ તથા અન્ય સ્ટાફ મિત્રો દ્વારા કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *