ભાજપના રાષ્ટ્રીય નેતા વી.સતીષજી વક્તા તરીકે વિશેષ ઉપસ્થિત રહેશે.
બુથ સ્તરે શ્રદ્ધેય અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યકર્તાઓ તેમના દેશ માટેના યોગદાનનું સ્મરણ કરશે તેમજ પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળશે.
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તા. ૨૫ ડિસેમ્બરે શહેર ભાજપ દ્વારા પ્રધાનમત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો મન કી બાત કાર્યક્રમ તેમજ પરમ શ્રદ્ધેયશ્રી અટલ બિહારી બાજપેયીજીની જન્મજયંતિ(સુશાસન દિન) નિમિત્તે તેમના વ્યક્તિત્વ અને જીવનકાર્યો અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ, સિદ્ધિઓ અને સુશાસન અંગે ગોષ્ઠીનો કાર્યક્રમ ભાજપના રાષ્ટ્રીય નેતા વી.સતીષજીની વિશેષ ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર સેક્ટર-૨, ગાંધીનગર ખાતે સવારે ૧૧.૦૦ કલાકે યોજાશે. આ ઉપરાંત બુથ સ્તરે શ્રદ્ધેય અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યકર્તાઓ તેમના દેશ માટેના યોગદાનનું સ્મરણ કરશે તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી શ્રદ્ધેય અટલજીનો જન્મદિન મનાવશે. તમામ ૧૧ વોર્ડમાં કાર્યકર્તાઓ મન કી બાત કાર્યક્રમ નિહાળશે.