રિપોર્ટ ,મયુર પટેલ

સુરત જિલ્લાની ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી સ્કાઉટ ગાઈડની પ્રવૃતિનો રાજ્યપાલ એવોર્ડ ટેસ્ટીંગ કેમ્પ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આર. વી. વસાવા સાહેબના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના અધિકારી રેખાબેન જાદવની ઉપસ્થિતિમાં ઠક્કરબાપા ઉ.બુ. આશ્રમશાળા, વહેવલ ખાતે યોજાઈ ગયો. જેમાં પ્રાથમિક શાળા, અનાવલ 16, પ્રાથમિક શાળા પુનાના 4, અસ્તાન કન્યા વિદ્યાલયની 18, અને ઠક્કરબાપા ઉ. બુ. આશ્રમશાળા વહેવલ ના 19, સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓએ


ભાગ લીધો હતો. ધ્વજ વંદન પ્રાર્થના અને મહેમાનોનો પરિચય બાદ સુરત ગ્રામ્યના જિલ્લા મંત્રી પ્રેમકુમાર ગોસ્વામી એ સંસ્થા, શાળાનો પરિચય આપી સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ ની સમજ આપી હતી. અને આ પરીક્ષા પાસ કરનારને ગુજરાત રાજ્યપાલ શ્રીના હસ્તે રાજ્યપાલ એવોર્ડ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવશે એવું સમજાવવામાં આવ્યું હતું તથા સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં જોડાયેલ બાળકોમાં સ્વયં શિસ્ત અને બીજાને મદદ કરવાની ભાવના કેડવાય છે અને આદર્શ નાગરિક બને છે તે અંગે જણાવ્યું હતું. આદિજાતિ વિકાસ અધિકારી શ્રી વસાવા સાહેબે આ પ્રવૃત્તિને ખૂબ જ બિરદાવી હતી અને આશ્રમશાળા ના આદિવાસી બાળકો આવી પરીક્ષા આપી રાજ્યપાલ એવોર્ડ પત્ર મળ્યો છે અને વહેવલ ઉત્તર બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓ ઘણીવાર પ્રમાણપત્ર મેળવી ચૂક્યા છે. અને નેશનલ લેવલ કલકત્તા ,દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદ જેવી જગ્યાએ ભાગ લઈ સારું પ્રદર્શન કરી ચૂક્યા છે તે જાણી શાળાના આચાર્ય પ્રેમ કુમાર ગૌસ્વામીના કાર્યને બિરદાવ્યું હતું અને તમામ બાળકો આ કેમ્પ માં પાસ થાય એવી શુભેચ્છા આપી હતી. સદર કેમ્પમાં મહેમાન તરીકે આવેલા સરભોણ ના વતની સંદીપભાઈ અને અમેરિકાથી આવેલ તેમના સંબંધી ને આ પ્રવૃત્તિ અને આ શાળાની પ્રવૃત્તિ જોઈ પ્રભાવિત થઈ રૂ.11001 નું રોકડ દાન આપ્યું હતું. સદર કેમ્પમાં અસ્તાન કન્યા વિદ્યાલયના પ્રજ્ઞાબેન ચૌધરી, પ્રાથમિક શાળા પુના, ના આચાર્ય શાંતિલાલ ચૌધરી તથા પ્રાથમિક શાળા અનાવલના શિક્ષિકા પ્રિયંકાબેન જોડાયા હતા આભાર વિધિ શાળાના શિક્ષિકા વર્ષાબેન દ્વારા કરવામાં આવી હતી..

