
મુખ્યમંત્રી અમૃતમ યોજનાને લગતા મુદ્દાઓ, હોસ્પિટલના વિવિધ મુદાઓ, તેમજ લાભાર્થીઓની ફરિયાદો વિશે સમીક્ષા કરવામાં આવી
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (પીએમજેએવાય – માઁ ) યોજના અંતર્ગત જિલ્લા સેવા સદન અમદાવાદ ખાતે ડિસ્ટ્રીકટ ગ્રીવયન્સ રિડ્રેસલ કમીટીની મીટીંગ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી અમૃતમ યોજનાને લગતા મુદ્દાઓ, હોસ્પિટલના વિવિધ મુદાઓ,તેમજ લાભાર્થીઓની ફરિયાદો વિશે સમીક્ષા કરવામાં આવી હતી. ડિસ્ટ્રીકટ ગ્રીવયન્સ રિડ્રેસલ કમીટીની મીટીંગમા કલેકટર ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો.અનિલ ધામેલીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર, પીએમજેએવાય – માઁ ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ડૉ.માસુમ ઠુમર, તાલુકા હેલ્થ ઓફિસરો સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એનરોલમેન્ટની કાર્યવાહીને વેગ આપવા રાત્રી કેમ્પનું આયોજન કરવા એનકોડ એજન્સીને તથા તાલુકા હેલ્થ ઓફિસરોને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત યોજના સાથે જોડાયેલી હોસ્પિટલોના ચુકવણા સમયસર કરવા ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીને સૂચના આપવામાં આવી અને તમામ હોસ્પિટલો યોજનાની જોડાવા અંગેની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેવી સૂચના આપવામાં આવી હતી. રૂ. ૪ લાખ કરતા ઓછી આવક હોય તેવા પરિવારો અને રૂ. ૬ લાખથી ઓછી આવક ધરાવતા સિનિયર સીટીઝનના પરિવારો આ કાર્ડ ગામના વી.સી.ઇ, સી.એસ.સી, સસ્તા અનાજની દુકાન, તાલુકા હેલ્થ ઓફિસ ખાતેથી મેળવી શકે છે.

