દીનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત જિલ્લા કક્ષાનો  કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

કેશ ક્રેડિટ કેમ્પમાં  ૪૦૦ સ્વસહાય જુથોને રૂ. ૫૯૧ લાખની ધિરાણ સહાય અપાઈ.

“ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવામાં કેશ ક્રેડિટ કેમ્પએ સેતુ સમાન કામ કર્યું છે” – જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.એસ.ગઢવી

નવસારીઃશુક્રવાર:  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિ.દ્વારા ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાનના આશયથી વાંસદા સ્થિત સમસ્ત કુકણા સમાજની વાડી ખાતે ‘કેશ ક્રેડીટ કેમ્પ’ યોજાયો હતો. જેમાં ૪૦૦ સ્વસહાય જૂથોને રૂ.૫૯૧ લાખની લોનસહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

         આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.એસ.ગઢવીએ ઉપસ્થિત મહિલાઓને સંબોધતા  જણાવ્યું હતું કે,  ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવારોને જેમાં ખાસ કરીને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આ યોજના આશીર્વાદરૂપ છે.  જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આજના કેમ્પ દ્વારા ૪૦૦ સ્વયસહાય જૂથોને રૂા. ૫૯૧ લાખની લોનનું ધિરાણ કરવામાં આવ્યું છે જે ખૂબ જ ગર્વની વાત છે. કેશ ક્રેડીટ અંતર્ગત જિલ્લામાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે જે ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા કેશ ક્રેડિટ કેમ્પો એ સેતુનું કામ કરી રહ્યું છે . “

આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ઉમદા કામગીરી કરનાર જલાલપોર તાલુકાની સતિમાં સખી મંડળના પ્રમુખશ્રી  જાગૃતિબહેન પટેલ અને વાંસદા તાલુકાની સ્વાતિ સખી મંડળના પ્રમુખશ્રી મીનાક્ષી બહેન ખોટારીયાને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું  તથા અન્ય સખીમંડળોને પ્રતિકાત્મક સ્વરૂપે કેશ ક્રેડીટ,  રીવોલ્વીંગ ફંડના ચેક આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શાંતુભાઇ ગાંવિત, ઉપપ્રમુખશ્રી દશરથભાઈ માહલા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી રાકેશભાઈ ટાંક, RSETI ડાયરેક્ટરશ્રી ધર્મેશભાઈ રાખોલિયા,  ડી.એલ .એમ શ્રી મયુરીબહેન વાડિયા સહિતના  અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં સખીમંડળની બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM