
શૈશવ રાવ રાજપીપળા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સુશાસન યાત્રા અંતર્ગત યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યાજીએ પત્રકાર પરિષદને સંબોધી યાત્રા અંગેનો ઉદ્દેશ અને રૂપરેખા અંગે માહિતી આપી હતી.
સુર્યાકુમારજીએ જણાવ્યું હતું, ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસીક જીત બદલ ગુજરાતની જનતાનો આભાર.ગુજરાતની જનતાએ ફરી દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખ્યો છે. ગુજરાત વિઘાનસભાની આ ભવ્ય જીતની અસર કર્ણાટક,રાજસ્થાન ,મધ્યપ્રદેશની તેમજ આવનાર લોકસભા 2024ની ચૂંટણીમા પણ અસર થશે. આ ચૂંટણીમાં યુવા મોરચાએ પણ ભવ્ય જીતની ગાથામાં મહત્વનો ફાળો આપ્યો છે તે બદલ યુવા મોરચાના પ્રમુખશ્રી ડો.પ્રશાંત કોરાટ અને કાર્યકરોનો ખૂબ આભાર કે તેમણે સતત એક વર્ષ વિવિધ કાર્યક્રમો થકી ગુજરાતના યુવાનો સમક્ષ પાર્ટીનો સંદેશો પહોંચાડવામા યોગદાન આપ્યું છે.

શ્રી સુર્યકુમારજીએ સુશાસન યાત્રા અંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં યુવા મોરચા દ્વારા એક વર્ષથી દેશભરમાં ભાજપ સાશિત રાજયોમાં થયેલા વિકાસના કાર્યો અંગે માહિતી મેળવા સુશાન યાત્રા નિકાળવમાં આવી છે. આ યાત્રા થકી ભાજપ સાશિત પ્રદેશોમાં બે કે ત્રણ દિવસ દરમિયાન એજ્યુકેશન, હેલ્થ, ફાઇનાન્સ સહિત વિવિધ કાર્યોનો તાગ કાર્યોકરો કરે તે માટે આ યાત્રા દેશભરમાં નિકાળવામાં આવી છે. આ યાત્રામાં દેશના દરેક રાજયોમાંથી અને પ્રદેશ સ્તરના એમ 50 જેટલા કાર્યકરોની એક ટીમ બનાવવામાં આવી છે. ગત એક વર્ષથી આશરે 9 સુસાશન યાત્રા દેશના વિવિધ રાજયોમાં પુરી થઇ છે આજથી ગુજરાતમાં સુશાસન યાત્રા શરૂ થઇ છે.

સુર્યકુમારજીએ વધુજણાવ્યું કે, આવનાર બે દિવસમાં સુશાન યાત્રા અંતર્ગત બે દિવસમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતમાં ભાજપ સરકારમાં જે રીતે વિવિધ મોડલલક્ષી વિકાસના કાર્યો થયા છે તેને યુવા મોરચાના કાર્યકરો માહિતી એકત્ર કરી તેમજના પ્રદેશમાં વિકાસના કાર્યોની માહિતી પ્રદેશના કાર્યકરો અને મીડિયાને આપશે. પાછલા 30 વર્ષમાં ગુજરાત સુશાનની લેબોરેટરી બન્યું છે. ગુજરાતમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો છે તે માટે ગુજરાત રાજય આજે દેશ માટે એક આદર્શ રાજય બન્યું છે. સુશાન યાત્રા દરમિયાન ઇફ્કો,ગીફટ સીટી, રેલ્વે સ્ટેશન, વિદ્યા સમિક્ષા કેન્દ્ર,ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી તેમજ પ્રમુખ સ્વામિ શતાબ્દી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમમા સ્વયંસેવક અને સંતો સાથે આયોજન અંગે માહિતી લેવામાં આવશે તેમજ સેવાકીય કાર્યોમાં પણ ભાગ લેવામાં આવશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ, રાષ્ટ્રીય મહામંત્રી રોહીત ચહલ, યુવા મોરચા રાષ્ટ્રીય સંયોજક વરુણ ઝવેરી, યુવા મોરચાના રાષ્ટ્રીય મીડિયા કન્વીનર અમનદીપસિંહ, યુવા મોરચાના પ્રદેશ મહામંત્રીશ્રીઓ ડો. નરેશભાઇ દેસાઇ, ઇશાનભાઇ સોની કર્ણાવતી મહાનગર યુવા મોરચાના પ્રમુખ વિનયભાઇ દેસાઇ, કર્ણાવતી મહાનગર મીડિયા સેલના કન્વીનરશ્રી વિક્રમભાઇ જૈન, પ્રદેશ યુવા મોરચાના કન્વીરશ્રીઓ લીલાઘરભાઇ ખડગે, ક્રૃતિકભાઇ ભટ્ટ સહિત યુવા મોરચાના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.