અંકલેશ્વર જીઆઇડીસી માં ત્રિ દિવસીય એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો નો પ્રારંભ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર જીઆઇડીસી માં ડી એ આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો ત્રિ દિવસીય ૧૩માં ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો નું ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા ના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. ૭ જાન્યુઆરી સુધી ચાલનારા મેગા પ્રદર્શન માં ઇન્ડસ્ટ્રીઝ ને લગતા નાના – મોટા થઇને ૩૦૦ થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

અંકલેશ્વર જીઆઇડીસી માં ૧૩ માં ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશનનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને એક્સપો ના વિવિધ સ્ટોલ ની મુલાકાત લીધી હતીઆ .એક્ઝિબિશનમાં ફાર્માસ્યુટીકલ્સ,કેમિકલ્સ , પેટ્રોકેમિકલ્સ , પોલીમર્સ , એગ્રીકલ્ચર પેસ્ટીસાઇડ, ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ , એન્જીનીયરીંગ , ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કન્ટ્રોલ , પોલ્યુશન કંટ્રોલ ઇકવીપમેન્ટસ, ઇલેકટ્રીકલ્સ , ઇલેકટ્રોનીકસ સહિતનાં ઉદ્યોગોએ ભાગ લીધો છે. એક્સપો ના ઉદઘાટન બાદ ડી એ આનંદપુરા સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલ એક સમારોહ માં માઇક્રો, સ્મોલ , મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટો માંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેક્ચરીંગ ટર્નઓવર ની પ્રતિયોગિતા માં વિજેતા થયેલ ઉદ્યાગો ને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વરના નાયબ કલેક્ટર નતિષા માથુર ,,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી,, એક્સપોના ચેરમેન પ્રવીણ તેરૈયા સહિતના આગેવાનો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *