રોટરી ડિસ્ટ્રીક્ટ ગવર્નર વિવિધ રોટરી કલબોની મુલાકાતે પધાર્યા

ડૉ. બલવંતસિંહ ચીરાના ઝોન-૧૨ની વિવિધ કલબોની મુલાકાતે પધાર્યા

૧૨ જાન્યુઆરીએ દરેક રોટરી કલબ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૦૫૪ ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર ડૉ. બલવંતસિંહ ચીરાના ઝોન-૧૨ની વિવિધ કલબો ની મુલાકાતે પધારતા આસિસ્ટન્ટ ગવર્નર રોટે. ડૉ.સંજય વેદિયા દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી રોટરી ક્લબ ઇડર, વડાલી રાઉન્ડ ટાઉન અને વિજાપુર કલબોની મુલાકાત કરવામાં આવી. ગવર્નરશ્રી દ્વારા ઝોન ૧૨ની રોટરી કલબો દ્વારા કરવામાં આવતી વિવિધ સામાજિક સેવા કાર્યોની વિગત જોઈ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં અને વધુમાં વધુ લોકોને ઉપયોગી થવાનું આહવાન કર્યું હતું. આ ઉપરાંત ૧૨ જાન્યુઆરીએ દરેક કલબ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી બ્લડ મેળવવા પડતી મુશ્કેલીને નિવારવા અનુરોધ કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *