શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પરિક્ષા પે ચર્ચા 2023ની તૈયારીની સમીક્ષા કરી


કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી અને ડૉ. સુભાષ સરકારે આજે પરિક્ષા પે ચર્ચા 2023ની ચાલી રહેલી તૈયારીની સમીક્ષા કરી.

શ્રી સંજય કુમાર, સચિવ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ; DoSEL, શ્રી અપૂર્વ ચંદ્રા, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અને શિક્ષણ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, NCERT, CBSE, NVS, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને MyGovના વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.

મંત્રી શ્રીએ બેઠક દરમિયાન PPC 2023 પર વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે જોડાણને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા હાકલ કરી હતી.

શ્રી પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા PPC 2023 પરીક્ષાની મોસમ પહેલા વિદ્યાર્થી સમુદાયને ઊર્જા અને પ્રેરણા પૂરી પાડે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *