
સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ ના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને તકનીકી) દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોનમાં ભાગ લેવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું. આ મહોત્સવ માં સંસ્થા માંથી બે ટીમો લૂપબ્રેકર્સ અને હેક્ઝા પવેલીઓન ઇવેન્ટ માં ભાગ લીધો હતો.

લૂપબ્રેકર્સમાં જિનિત રાવલ, અપૂર્વ મહેતા, હિતાર્થ રાવલ, અક્ષયકુમાર ગજ્જર, યશ્વી પટેલ એ આ ટૂનામેન્ટમા પ્રો.મેહુલ .એસ. પટેલ ના ટેક્નિકલ માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. BSF દ્વારા “રોગ ડ્રોન ડિટેક્શન” માટે ઉકેલની માંગ કરતી સમસ્યાના નિરાકણ પર કામ કર્યું હતું.
હેક્ઝા પવેલીઓન માં શ્રવણ સુથાર, ઋષિ ચાવડા, ધ્રુવ પટેલ, ઋત્વિક જોષી, જયસૂર્યા શ્રીમાલી, અવિનાશ રાવલ એ આ ટૂનામેન્ટમાં પ્રો. સુજીત વેલુર નાયર ના ટેક્નિકલ માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. કે. ડી. પોલીટેકનિક, પાટણ દ્વારા “બાંધકામ સાઇટ પર કામ કરતા મજૂરો માટે સસ્તા રહેઠાણની સુવિધા” માટે ઉકેલની માંગ કરતી સમસ્યાના નિરાકણ પર કામ કર્યું હતું.
આ બન્ને ટીમોએ રીજીયોનલ રાઉન્ડ સફળતાપુર્વક પૂણઁ કર્યો છે અને હવે તેઓએ ગ્રાન્ડ ફિનાલેમાં વધુ સારા પ્રદર્શન માટે તૈયારી શરૂ કરી દિધેલ છે.
આ હેકાથોનમાં ભાગ લઈ પ્રથમ રાઉન્ડમાં સફળતા મેળવવા બદલ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટશ્રી શ્રી પ્રકાશભાઈ એસ. પટેલ, પ્રોવોસ્ટ ડૉ. ડી.જે.શાહ, રજીસ્ટ્રાર ડૉ. પ્રમોદ કુમાર પાંડે અને SPCE પ્રિન્સીપાલ ડૉ. સંતોષ શાહે તમામ ટીમમેમ્બર્સને અભિનંદન પાઠવ્યા હતા અને બીજા રાઉન્ડમાં પણ સફળતા મેળવે તે માટે પ્રેરણા રૂપે આશિવઁચન પણ આપ્યા હતા
