અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા નવ સેન્ટરો ઉપર કોવીડ વેક્સિનેશન નો પ્રારંભ કરાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર, ગ્રામ્ય અને જીઆઇડીસી માં કોવીડ વેક્સિનેશન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ,પ્રથમ દિવસે 900 થી વધુ લોકો એ કોવીશીલ્ડ અને કોવેકસીન નો બીજો અને પ્રિકોશન ડોઝ લીધો હતો .

વૈશ્વિક સ્તરે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે,ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપતા ગુજરાત સરકાર પણ સજ્જ બની છે.અને હોસ્પિટલો માં મોક ડ્રીલનું આયોજન કરી તમામ સાવચેતી ના પગલાં ભરવાની સાથે આરોગ્ય વિભાગ દ્વારા કોવીડ વેક્સીન નો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે ,અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવાર ના રોજ થી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા ની ઉપસ્થિતિ માં કોવીશીલ્ડ અને કોવેક્સિન નો બીજો અને પ્રીકોસન ડોઝ નો પ્રારંભ કરવામાં આવ્યો છે ,અંકલેશ્વર શહેર ,ગ્રામ્ય અને જીઆઇડીસી નોટીફાઈડ એરિયા માં મળી કુલ 9 જેટલા સેન્ટરો ઉપર કોવિદ વેક્સીન નો બીજો અને પ્રિકોશન ડોઝ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રથમ દિવસે 900 થી વધુ લોકો એ વેક્સીન નો ડોઝ લીધો હતો તેમજ તાલુકા ના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ અને એક સીએચસી સેન્ટર તેમજ બે અર્બન હેલ્થ સેન્ટર ઉપર બંન્ને વેક્સિન નો ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *