વ્યારા નગરમાં આવેલ પાનવાડી મુકામે શ્રી ખોડિયાર માતાની જન્મ જયંતીની ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવી.

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

તા.૨૯/૦૧ /૨૦૨૩ ના રવિવારના દિવસે સાંજે ૫:૦૦ વાગ્યે વ્યારા તાલુકાના પાનવાડી મુકામે ખોડિયાર માતાજીની જન્મ જયંતીની ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવી હતી. પાનવાડીમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો માતાજીના દર્શન કરવા આવ્યા હતા.ખોડિયાર માતાની જન્મ જયંતી છેલ્લા ૨૮ વર્ષથી દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ખોડિયાર માતાજીની ૨૯ મી જન્મ જયંતિ મંદિરના વંદનીય માઈ ભગત એવા શ્રી પ્રવીણભાઈ પટેલે ભક્તો સાથે મળીને માતાજીની આરતી, પૂજા અર્ચના, ગરબા રમીને અને કેક કાપીને આઈ શ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતીની ઉજવણી કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *