એ.પી.એમ.સી બોડેલી ખાતે મનરેગા યોજના અંતર્ગત બનાવવામાં આવનાર આંગણવાડી અંગે સેમિનાર યોજાયો

છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા યોજના અને આઇ.સી.ડી.એસ યોજનાના કન્વર્ઝનથી બનાવવામાં આવનાર ૨૦૬ નવીન આંગણવાડીઓની ચર્ચા વિચારણા અને માર્ગદર્શન અંગે સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં સેમિનાર યોજવામાં આવ્યો હતો.        આ માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા ગીતાબેન રાઠવાએ જિલ્લાના વિકાસ માટે ખૂબ ટુંકા ગાળામાં જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની તેમણે પ્રસંશા કરી તેણે વર્કશોપ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં બનાવવામાં આવનારી આંગણવાડીઓ એકસરખી બને તે માટે માર્ગદર્શન આપવા માટે સેમિનાર યોજવામાં આવ્યો છે એમ કહી તેમણે કૂપોષણ દુર કરવા સરકાર પ્રયત્નશીલ છે. આપણે સરકારના કૂપોષણ નાબુદી અંગેના અભિયાનમાં સૌને સહભાગી થવા આહ્વાન કર્યું હતું. વધુમાં તેમણે મનરેગા યોજના અંતર્ગત ચલાવવામાં આવતી વિવિધ યોજના અંગે વિગતે જાણકારી આપી તેમણે લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળે એ માટે મનરેગા યોજના અમલમાં મુકવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર અને રાજય સરકારની ખેડૂતો તેમજ સમાજના અન્ય વર્ગ માટે અમલી યોજનાનો જાગૃતપણે લાભ લેવા અનુરોધ કર્યો હતો.        જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં મંજુર આંગણવાડી કેન્દ્રોની કામગીરી ઝડપથી પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું એમ જણાવી તેમણે પોષણ સંબંધી તથા રસીકરણ સંબંધી તમામ કામગીરી માટે આંગણવાડી કેન્દ્ર હોવું જરૂરી છે એમ ઉમેરી તેમણે જિલ્લામાં ૨૧૦ આંગણવાડી જર્જરિત તેમજ બનાવવાની બાકી હતી. જે પૈકી ૨૦૬ આંગણવાડીઓ મંજુર કરવામાં આવી હતી. વર્કશોપનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે, ૨૦૬ આંગણવાડીઓના બાંધકામમાં એકરૂપતા જળવાઇ એ માટે માર્ગદર્શન આપવા માટે સેમિનાર યોજવામાં આવ્યો છે એમ જણાવ્યું હતું. ચાર મહિનાના સમયગાળામાં જ આ તમામે તમામ ૨૦૬ આંગણવાડીનું કામકાજ પૂર્ણ થઇ જાય એની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.   કાર્યક્રમમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન મુકેશભાઇ પટેલ, જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર વસાવા, તાલુકા વિકાસ અધિકારીઓ, સરપંચો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સ્ટાફ, જિલ્લા પંચાયતનો સ્ટાફ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM