રોમીયોગીરી કરતા યુવાનને કાયદાનો પાઠ ભાણાવતી વેરાવળ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન

, ઘરેલુ હિંસા હોય કે પછી અન્ય કોઈ હેરાનગતિ હોય બહેનોને સયમસર પહોચી ઘણા પરીવાર તૂટતા બચાવ્યા હોવાનું ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઈન બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.   હાલમાં વેરાવળ તાલુકામાં એક યુવતીને તેમના પાડોશી યુવાન ત્રણ મહિનાથી પીછો કરી યુવતીને અવાર-નવાર હેરાન પરેશાન કરી અપશબ્દો બોલી મિત્રતાની માંગણી કરતો અને જો કોઈ ને જાણ કરશે તો માતા પિતાની હાલત ખરાબ કરીશ તેવી ધમકી આપી જબરદસ્તી કરતો હતો. પરંતુ યુવતીએ હિમંત બતાવીને તેમની પાછળ પીછો કરતા જ યુવતીએ સમજદારી દાખવીને ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી મદદ માંગતા વેરાવળ ૧૮૧ અભયમ્ ના કાઉન્સેલર સંતોકબેન માવદીયા અને કોન્સ્ટેબલ સોનીબેન સહિત ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી યુવતી ગભરાઈ ગઈ હોય તેથી તેમને આશ્વાસન આપ્યું અને શાંતિપૂર્વક બેસાડી ને સંપૂર્ણ ઘટના વિશે પૂછપરછ કરી તેથી તે રોમિયોગિરી કરતો યુવાનને બોલાવી કાયદાકીય પાઠ ભણાવ્યો યુવતી આગળ કેસ દાખલ કરવા માંગતા ન હતા તેથી યુવાન પાસેથી ફરી ક્યારેય પણ આવી ભુલ નહીં કરી તેવી લેખીત બાંહેધરી લઇ કાયદાકીય પાઠ ભણાવી ૧૮૧ અભયમ્ દ્વારા પ્રસશંનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *