આણંદ સાંસદ મિતેશભાઇ પટેલે આણંદ જિલ્લા સહકારી સંઘ ની ચૂંટણી માં ચૂંટાયેલા પદાધિકારી ઓ ને અભિનંદન આપ્યા

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં અધ્યક્ષ પદે શ્રી રજનીકાંત પટેલ, ઉપાધ્યક્ષ પદે શ્રી નટવરસિંહ ચૌહાણ, માનદમંત્રી પદે શ્રી કમલ પટેલ તેમજ ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે કિરણભાઈ પટેલને બિનહરીફ ચૂંટાવવા બદલ સાંસદશ્રી મિતેષભાઈ પટેલએ અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે સાંસદશ્રીની સાથે નાયબ દંડક અને બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન, પૂર્વ મંત્રી શ્રી સી.ડી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *