




શ્રમ વિભાગ હેઠળ કાર્યરત “મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન” ની ૫૫ મી કારોબારી સમિતિની બેઠક સ્વર્ણિમ સંકુલ ખાતે માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના કાર્યાલયમાં રાખવામાં આવી. ગત વર્ષના વહીવટી અહેવાલની મંજૂરી, આગામી વર્ષમાં સંસ્થાના સૂચિત શૈક્ષણિક પ્રવૃત્તિઓ, માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂચન અનુસાર મિની આઈ.ટી.આઈ. અંગે પ્રાથમિક રીપોર્ટ તૈયાર કરવા અને Artificial Intelligence તથા Cyber Security અંગેના નવા અભ્યાસક્રમના આયોજનની ચર્ચાઓ થઈ. “આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત” ના સંકલ્પને ચરિતાર્થ કરવા આવી સંસ્થાકીય સંસાધનો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.