
કમલમ ન્યુઝ.( વ્યારા તાલુકા ચીફ.) સમીર શાહ.
સ્વાભિમાન ગ્રુપ ના પ્રમુખ શ્રી ચિરાગ ભાઈ જોષી અને તેમના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી હિન્દુ નવા વર્ષ ના દિવસે જરૂરિયાતમંદ ને નવા કપડા નુ વિતરણ,નવા બુટ ચંપલ નુ વિતરણ કરવામાં આવે છે,૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ ના દિવસે ફ્રી ચકલી ઘર તેમને પીવા માટેના પાણી ના માટી ના કુંડા,ચોમાસા માં હજારો છોડવા નુ ફ્રી વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રી આઈ ચેકઅપ કેમ્પ અને કોરોના સમય માં સરકારી કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ તેમજ દરેક જરૂરિયાતમંદ ને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ની હોમિયોપેથીક દવા નુ ફ્રી વિતરણ તેમજ ત્રણેવ લોક ડાવઉન મા લગભગ રોજ જરૂરિયાત મંદ ને એક કે કોઈવાર બે સમય નું જમવાનું પૂરું પાડવામાં આવતું હતું. અને ત્યાર થી જ દર ગુરુવારે 200 થી વધુ લોકોને સ્વાદિષ્ટ મસાલા ખીચડી નું વિતરણ પણ ચાલુ કર્યું હતું.જે આજ દિન સુધી બારડોલી અલંકાર સિનેમા ની બાજુ માં અવિરત પણે ચાલુ જ છે. પ્રમુખ શ્રી ચિરાગ જોષી ના કહ્યા મુજબ એમના દ્વારા કોઈ પણ કાર્યક્રમ માટે કોઈ ની પાસે રોકડ રકમ લેવામાં આવતી નથી. જે કોઈ એ પણ એમના સેવાકીય પ્રવૃત્તિ મા સહભાગી થવુ હોય એ કાર્યક્રમ મા હાજર રહી સ્થળ પર જ જે ખર્ચ થાય એ એમની ઈચ્છા મુજબ આપવાનો રહે છે.જે થી અન્ય સંસ્થા ઓ ની સરખામણી માં એક અનોખી પારદર્શક ઇમેજ સ્વાભિમાન ગ્રુપ દ્વારા ઊભી કરવામાં આવી છે.