હિંમતનગર ખાતે શ્રી ” કમલમ્ ” નુ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો જેમા ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના હસ્તે ખાતમુહૂર્ત

હિંમતનગર ખાતે શ્રી ” કમલમ્ નું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

  • ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા ના નવીન કાર્યાલય નુ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો
  • ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા સંગઠન મહામંત્રી ના હસ્તે કરવામા આવ્યુ
  • સાસંદ , ધારાસભ્યો , પૂર્વ ધારાસભ્યો , પૂર્વ મંત્રી તથા ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા
  • જિલ્લા પ્રમુખ સહિત તાલુકાના પ્રમુખો મંત્રીઓ ઉપસ્થિત રહ્યા
    • ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા


    • સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર ખાતે શ્રી ” કમલમ્ ” નુ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો જેમા ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
      હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા ના નવીન કાર્યાલય મોતીપુરા બાયપાસ રોડ ઉપર આવેલ જિલ્લા પંચાયત સામે શ્રી ” કમલમ્ ” નું ભૂમિપૂજન કાર્યક્રમ તા.૨૫|૨|૨૦૨૩ ને શનિવાર ના રોજ કરવામા આવ્યુ જેમા ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન ના મહામંત્રી રત્નાકરજી ના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ તો પૂજન વિધિ માં જિલ્લા પ્રમુખ જેડીપટેલ તથા તેમના ધર્મ પત્ની દ્રારા કરવામા આવી હતી ત્યારે હાલ ન્યાય મંદિર વિસ્તાર મા આવેલ કાર્યાલય નાનુ પડતુ હોય ત્યારે આ નવીન કાર્યાલય સંપૂર્ણ આધુનિક તથા પાર્કિંગ ની સુવિધાઓ સાથે નવરંગ રૂપમા તૈયાર થશે તો આ ભૂમિપૂજન કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય , મહિલા જિલ્લા પ્રભારી રેખાબેન ચૌધરી , અરવલ્લી-સાબરકાંઠા સાસંદ દિપસિંહ રાઠોડ , પૂર્વ મંત્રી અને પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , હિંમતનગર ના ધારાસભ્ય વી.ડી.ઝાલા , રાજયસભા સાસંદ રમીલાબેન બારા , ઇડર ધારાસભ્ય રમણભાઇ વોરા , જિલ્લા પ્રમુખ જેડીપટેલ , મંત્રી જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર જિલ્લા મહામંત્રી કનુભાઈ પટેલ , સાબરકાંઠા બેંક ના ચેરમેન મહેશભાઈ પટેલ , પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , વિજયભાઇ પડયા , આશિષ ભાઇ દવે , સહિત ભાજપ આગેવોનો જિલ્લા સહિત તાલુકાઓમાંથી વિવિધ સંગઠનો ના પ્રમુખો , ઉપપ્રમુખો ,મંત્રીઓ તથા યુવા મોરચો તથા મહિલા મોરચો સહિત ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતાપાર્ટી નુ સાબરકાંઠા મા નવીન અદ્યતન બની રહેલ કમલમ્ કાર્યાલય ના ભૂમિપૂજન મા ઉપસ્થિત રહીને સહભાગી બન્યા હતા
      તો સરકીટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમા સાસંદ દિપસિંહ , રેખાબેન ચૌધરી , જેડીપટેલ , વિજયભાઇ પડયા ઉપસ્થિત રહીને પત્રકારો સાથે તાજેતરમાંજ બહાર પડેલ બજેટ વિશે વિસ્તૃત ચર્ચાઓ સાથે માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ હતુ અને પત્રકારો સાથે વિસ્તૃત ચર્ચાઓ કરવામા આવી હતી

    તમારો પ્રતિભાવ આપો

    Your email address will not be published. Required fields are marked *