કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળઅભિયાન-2023 અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

જામનગર (ભરત ભોગાયતા)

જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળઅભિયાન-2023 અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રીશ્રીએ કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. મિહિર પટેલ તેમજ અન્ય વિભાગના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે સુજલામ સુફલામ જળઅભિયાનના વિભાગવાર કામો અંગે સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જામનગર જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા અંગે મંત્રીશ્રીએ જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત મનરેગાની કામગીરી, ડીપાર્ટમેન્ટલ કામગીરી, વન વિભાગ, વોટર શેડની કાર્યપધ્ધતિ અંગે માહિતી મેળવીને જામનગર જિલ્લામાં જળસંચયના કામોને અગ્રિમતા આ૫વામાં આવે તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી. ચોમાસા દરમ્‍યાન વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરી ભૂગર્ભ જળ ઘ્‍વારા વઘુમાં વઘુ રીચાર્જ થાય અને પાણીના જળ ઉંચા આવે તે પ્રકારની જળસંચયની કામગીરી માટે પગલાં લેવા માટે મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધમરશીભાઈ ચનિયારા, અધિક નિવાસી કલેકટરશ્રી બી. એન. ખેર તેમજ વિવિધ વિભાગના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *